Categories: World

US નેવીનું જહાજ સિંગાપોર પાસે અન્ય શિપ સાથે ટકરાતાં ૧૦ નૌ સૈનિક લાપતા

સિંગાપોર: અમેરિકાનું એક વોરશિપ અાજે ઇસ્ટ સિંગાપોર પાસે એક માલવાહક જહાજ સાથે ટકરાઈ ગયું છે. અા ઘટનામાં પાંચ ક્રૂ મેમ્બર ઘાયલ થયા છે અને ૧૦ લાપતા છે. અમેરિકી નેવી તરફથી અા જાણકારી અાપવામાં અાવી છે. અમેરિકી વોરશિપ અકસ્માતનો શિકાર થયું તેવી બે મહિનામાં અા બીજી ઘટના છે. અા વર્ષની અા ચોથી ઘટના છે જ્યારે અમેરિકી જહાજ દુર્ઘટનાનો શિકાર બન્યું હોય. અા પહેલાં ૧૭ જૂનના રોજ અમેરિકી નેવીનું જહાજ યુઅેસ ફિટ્જગેરાલ્ડ જાપાન પાસે એક માલવાહક જહાજને ટકરાયું હતું.

અા ઘટનામાં બે સૈનિકો મૃત્યુ પામ્યા હતા. અમેરિકી નેવીઅે જણાવ્યું કે સ્ટેટ્સ અોફ મલક્કામાં ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર યુઅેસઅેસ ઝોનની અા ટક્કર એલ્નીક એમસી સાથે થઈ હતી. શરૂઅાતની તપાસમાં જાણવા મળ્યું કે ઝોન એસ. મેક્કેનના પાછલા ભાગને નુકસાન પહોંચ્યું છે. નેવીના જણાવ્યા મુજબ અા દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવાયું છે.
અા દુર્ઘટનાથી મોટા નુકસાનની શક્યતા છે. નિવેદનમાં કહેવાયું છે કે નુકસાન અને સ્ટાફના ઘાયલ થવાની જાણકારી મેળવવામાં અાવી રહી છે. નેવીના જણાવ્યા મુજબ શિપ સિંગાપોર કોર્ટની પોતાની રૂટિન ટ્રિપ પર હતું. અમેરિકી સેનેટર જ્હોન મેક્કેને ટ્વિટ કર્યું કે તેઅો અને તેમનાં પત્ની શિપ પર રહેલા લોકોની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યાં છે.

તેમણે રેસ્ક્યૂ અોપરેશનનાં પણ વખાણ કર્યાં છે. રેસ્ક્યૂ અોપરેશનમાં ટગ બોટ્સ, હેલિકોપ્ટર, પોલીસ કોસ્ટગાર્ડ અને જહાજ તેમજ અમેરિકી એરક્રાફ્ટ પણ લગાવાયાં છે. અમેરિકી નેવીના નિવેદનમાં જણાવાયું છે કે અા ઘટના ભારતીય સમય મુજબ સવારે ત્રણ વાગ્યે બની.

ઉલ્લેખનીય છે કે ૧૬ જૂનના રોજ અમેરિકી નેવીનું વોરશિપ યુઅેસ ફિટ્જગેરાલ્ડ જાપાનમાં યોકોસુકાનના સાઉથ વેસ્ટમાં ફિલિપાઈન્સના એક કાર્ગો સાથે ટકરાઈ ગયું હતું.

divyesh

Recent Posts

વાઇબ્રન્ટ સમિટઃ એક જ કલાકમાં ૮૦ હજાર કરોડના રોકાણની જાહેરાત

ગાંધીનગર: ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ થયો છે. આ…

15 hours ago

યુદ્ધ જ નથી થઈ રહ્યું તો સૈનિકો શહીદ કેમ થાય છે ?: ભાગવત

નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ ફરી એક વખત કેન્દ્રની મોદી સરકારને ચોતરફથી ઘેરવાનું શરૂ કર્યું છે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે…

16 hours ago

તમારો ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડ હેક તો નથી થયો ને?

અમદાવાદ: ર૦૧૯ની શરૂઆતની સાથે જ સાયબર સિક્યોરિટી બ્રિચની એક મોટી ઘટના સામે આવી છે. સાયબર સિકયોરિટી રિસર્ચરના જણાવ્યા મુજબ બે…

16 hours ago

ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ઝોનની ગટર લાઈનની રૂ. 11 કરોડના ખર્ચે સફાઈ કરાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરના ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને અને દક્ષિણ ઝોનની ગટર લાઈનની રૂ. ૧૧ કરોડના ખર્ચે…

16 hours ago

22 વિભાગની ઓપીડી સાથે SVP હોસ્પિટલ દર્દીઓથી ધમધમતી થઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રૂ.૭પ૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલી સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલનું ગઇ કાલે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર…

16 hours ago

શહેરની ૬૦ ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન યોજના હેઠળ મફત સારવારની સુવિધા

અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૧-૧૨માં હાથ ધરાયેલા સામાજિક, આર્થિક, સર્વેક્ષણ હેઠળ ગરીબ પરિવારોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળી રહ્યો…

16 hours ago