સોશિયલ મીડિયા પર ચાઇલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો નાંખતો હતો આ અમેરિકન નાગરિક

હૈદરાબાદ: હૈદરાબાદમાં પોલીસે જુદી જુદી સોશિયલ મીડિયા વેબસાઇટો પર અશ્લીલ સાહિત્ય અને ચાઇલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો અપલોડ કરનારા એક 42 વર્ષીય અમેરિકન નાગરિકની ધરપકડ કરી છે. આરોપી એક બહુરાષ્ટ્રીય કંપનીના એક લીગલ સેલમાં કામ કરે છે.

આરોપી એક અમેરિકન નાગરિક છે. તેની ઓળખ જેમ્સ ફિર્ક જોન્સના રૂપે કરવામાં આવી છે. તે હૈદરાબાદ શહેરના માધાપુર ક્ષેત્રમાં રહતો હતો. તેને તેલંગાના સીઆઈડીના સાઇબર સેલ શાખાએ પકડી પાડ્યો છે. તે સતત સોશિયલ મીડિયા પર બાળકોના અશ્લીલ વીડિયો અપલોડ કરતો હતો.

જેમ્સ ફિર્ક માધાપુરમાં જ એક પ્રતિષ્ઠિત બહુરાષ્ટ્રીય કંપનીના લીગલ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. હકીકતમાં, ઇન્ટરપોલે સોશિયલ મીડિયાની દેખરેખ દરમિયાન તેની ભાળ મેળવી અને તેની જાણકારી ભારતમાં સીબીઆઈને આપી હતી. તપાસ દરમિયાન તેની હાજરી હૈદરાબાદમાં જોવા મળી હતી. ત્યારે આઈપી એડ્રેસના સહારે સાઇબર સેલની ટીમમાં જેમ્સ કિર્કને શોધી કાઢ્યો હતો.

You might also like