ઓપરેશન લાદેન-2: અમેરિકાના ડ્રોન હુમલામાં TTPના આંતકી ફઝલુલ્લા ઠાર

728_90

અમેરિકાએ ઓસામા બિન લાદેન બાદ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના મુલ્લા ફઝલુલ્લાને ડ્રોન હુમલામાં મારી દીધો છે. અમેરિકાએ અફઘાનિસ્તાનના પૂર્વી કુનાર પ્રાંતમાં આતંકી મુલ્લા ફઝલુલ્લાહ પર ડ્રોન દ્વારા હુમલો ક્યો હતો. અમેરિકી સેનાના એક અધિકારીઓએ આ વાતને સમર્થન આપ્યું છે.

લેફટનેન્ટ કર્નલ માર્ટે ઓ’ડોનેલ જણાવ્યું છે કે અમેરિકાની સેનાએ અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પર આવેલા કુનાર પ્રાંતમાં આતંકીઓનો નાશ કરવા 13 જૂનથી અભિયાન ચલાવ્યું છે. આ અભિયાન હેઠશ ડ્રોન હુમલામાં ફઝલુલ્લાહને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો.

અલકાયદાના નજીકના સંગઠન તહરીક-એ-તાલિબાનના ફૈઝલ શહજાદને ટાઇમ્સ સ્કોયરમાં હુમલો કરવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. અમેરિકાના અધિકારીએ જણાવ્યું કે અમેરિકા સુરક્ષા દળ અફઘાન સરકાર દ્વારા તાલિબાનની સાથે કરવામાં આવેલ સંઘર્ષ વિરામનું પાલન કરી રહ્યું છે.

જો કે અમેરિકાના મીડિયા અનુસાર ફઝલુલ્લાહને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. અમેરિકાના વિદેશ વિભાગે માર્ચમાં આતંકી ફઝલુલ્લા વિશે જાણકારી આપનારને 50 લાખ ડોલર એટલે કે 34 કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી.

You might also like
728_90