અમેરિકન માર્કેટમાં એક ટકાનો ઉછાળોઃ ક્રૂડમાં ત્રણ ટકાની રિકવરી

ન્યૂયોર્કઃ ગ્લોબલ બજારમાંથી સારા સંકેત મળી રહ્યા છે. આઈટી શેર્સના સહારે અમેરિકન બજાર જોરદાર તેજી સાથે બંધ રહ્યું હતું. ક્રૂડમાં રિકવરી થવાથી અમેરિકન માર્કેટ એક ટકાના વધારા સાથે ખૂલ્યા હતા અને આ વધારો જળવાઇ રહ્યો હતો. ક્રૂડ ઓઇલમાં ત્રણ ટકાની રિકવરી જોવા મળી છે અને આ અઠવાડિયામાં નેચરલ ગેસના ભાવમાં પણ ૨૫ ટકાનો વધારો નોંધાયો છે, જોકે એશિયન બજાર વેકેશન મૂડમાં જણાય છે. અમેરિકન માર્કેટમાં જોરદાર તેજી છતાં એશિયન માર્કેટમાં સુસ્તી જોવા મળી હતી. જાપાન અને સિંગાપોરના મુખ્ય ઈન્ડેક્સને બાદ કરતાં તમામ ઈન્ડેક્સ રેડ માર્ક પર ટ્રેડ કરી રહ્યા છે.

You might also like