ધાર્મિક હિંસા પર કાર્યવાહી કરે મોદી: US સાંસદ

નવી દિલ્હી: ભારતમાં ધાર્મિક અલ્પસંખ્યકો વિરૂદ્ધ હિંસા પર ગંભીર ચિંતા વ્યક્ત કરતાં 34 ટોચના અમેરિકન સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં સાંસદોના મૂળ અધિકારોનું સંરક્ષણ કરવા માટે તાત્કાલિક પગલાં ભરવા અને તેનું હનન કરનારને ન્યાયના દાયરામાં લાવવા માટે કહ્યું છે.

વડાપ્રધાન મંત્રીને લખેલા પત્રમાં આ સાંસદોએ કહ્યું કે ‘અમે સરકાર પાસે એ સુનિશ્વિત કરવવા માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરે છે કે ધાર્મિક અલ્પસંખ્યકોના મૂળ અધિકારોનું સંરક્ષણ કરવામાં આવે અને હિંસા કરનારાઓને જવાબદેહ ગણવામાં આવે. આ સાંસદોએ આઠ સીનેટર પણ સામેલ છે.

મળતી માહિતી અનુસાર 25 ફેબ્રુઆરીના રોજ લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભારતના ઇસાઇ, મુસલમાન અને સિખ સમુદાય સાથે કરવામાં વર્તન અંગે વિશેષ ચિંતાની વાત છે. આ પત્ર શનિવારે ટોમ લંટોસ માનવાધિકાર કમિશને પ્રેસને જાહેર કર્યો.

સાંસદોએ પત્રમાં કહ્યું કે ‘અમે તમારી પાસે આરએસએસ જેવા સંગઠનોની ગતિવિધિઓને કાબૂ કરવા માટે પગલાં ભરવાની માંગ કરીએ છીએ. આ સાથે જ કાયદાનું શાસન લાગૂ કરવા અને ધાર્મિકરૂપથી પ્રેરિત ઉત્પીડન અને હિંસાથી ધાર્મિક અલ્પસંખ્યક સમુદાયોના સંરક્ષણ માટે ભારતીય સુરક્ષાબળોને ર્નિદેશ આપવાની અપીલ કરીએ છીએ’.

પત્રમાં કહેવામાં આવ્યું હતું કે 17 જૂન 2014ના રોજ છત્તીસગઢના બસ્તર જિલ્લામાં 50 ગ્રામ પરિષદોએ પોતાના સમુદાઅયોમાં પણ બિન હિન્દુ ધાર્મિક પ્રચાર, પ્રાર્થના અને ભાષણ પર પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ સ્વિકાર કર્યો હતો. તેમણે કહ્યું કે ખ્રિસ્તી અલ્પસંખ્યક સમુદાય ખરાબ રીતે પ્રભાવિત થયો છે.

સાંસદોએ આરોપ લગાવ્યો છે પ્રતિબંધ લાગૂ થતાં બસ્તર જિલ્લામાં ખ્રિસ્તીઓ પર વારંવર હુમલા કરવામાં આવ્યા, સરકારી સેવાઓ અટકાવવામાં આવી, વસૂલાત કરવામાં આવી, બળજબરીપૂર્વક તગેડી મુકવાની ધમકી આપવામાં આવી, ભોજન, પાણી બંધ કરી દેવામાં આવ્યા અને હિન્દુ ધર્મ સ્વિકાર કરવા માટે દબાણ મુકવામાં આવ્યું. ભારતમાં ગૌમાંસ પર પ્રતિબંધ પર ચિંતા વ્યક્ત કરતાં સાંસદોએ કહ્યું કે આ તણાવ વધી રહ્યો છે અને મુસ્લિમ સમુદાયો વિરૂદ્ધ હિંસાને પ્રોત્સાહન આપી રહ્યું છે. તેમણે સિખ સમુદાયના વિશિષ્ટ ધર્મના રૂપમાં ઓળખ ન મળતાં પણ ચિંતા વ્યક્ત કરી.

અમેરિકન કોંગ્રેસ અને સીનેટ સભ્યોએ ધાર્મિક સ્વતંત્રતા અને સાંપ્રદાયિક સૌહાર્દના વખાણ કર્યા. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2014માં કરવામાં આવેલો વાયદો પણ છે આસ્થાની પુરી આઝાદી હશે અને કોઇપણ ધાર્મિક સમૂહના અન્યની વિરૂદ્ધ નફરત ન ફેલાવવામાં આવે. તેમણે પોતાના વાયદાને કાર્યરૂપમાં ફેરવવા માટે અનુરોધ કર્યો.

You might also like