અમેરિકાએ ઉ. કોરિયાના નેતા કિમ જોંગ પર પ્રતિબંધ મૂક્યો

વોશિંગ્ટન: અમેરિકાએ ઉત્તર કોરિયામાં માનવ અધિકારના ઘોર ઉલ્લંઘન બદલ એક લાંબી ચર્ચા-વિચારણા બાદ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગને તેના માટે સીધા જવાબદાર ગણાવીને તેમના પર પ્રતિબંધ મૂક્યો છે અને તેમનું નામ બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવ્યું છે.

કિમ જોંગને પ્રથમ વાર બ્લેક લિસ્ટમાં મૂકીને અમેરિકાએ જણાવ્યું છે કે ઉત્તર કોરિયા દુનિયાના સૌથી વધુ દમનકારી દેશોમાંનો એક છે અને અમેરિકાએ આ બાબતની નોંધ લઈને તેના નેતા કિમ જોંગને બ્લેક લિસ્ટમાં મૂક્યા છે. તેમના પર એવો આક્ષેપ છે કે કિમ જોંગ અને અન્ય ટોચના અધિકારીઓએ રાજકીય કેદીઓની શિબિરમાં કેદીઓ પર ત્રાસ ગુજારવા અને હત્યા સહિતના ગંભીર માનવ અધિકારભંગમાં સંડોવાયેલા છે.

You might also like