ફરી અમેરિકા ભારતની તરફેણમાં, પાકિસ્તાનને આપી ફટકાર, કહ્યું કાંઇક આવું

વોશિંગટનઃ જમ્મુ-કાશ્મીરમાં હિજબુલ કમાન્ડર અને પોસ્ટર બોય બુહરાન વાનીના મોત પર નિવેદનો આપીને ભારતની કાર્યવાહીને ખોટી ગણનાર પાકિસ્તાની અમેરિકાએ ફરી ઝાટકણી કરી છે. અમેરિકાએ જણાવ્યું છે કે કાશ્મીર ભારતનો આંતરીક મામલો છે અને તમામ પક્ષોએ વાનીના માર્યા ગયા પછી ઘાટીમાં ભડકેલી હિંસાનું શાંતિપૂર્ણ સમાધાન થાય તેવો પ્રયાસ કર્યો છે.

અમેરિકી વિદેશ વિભાગના એક પ્રવક્તાએ જણાવ્યું છે કે અમે કાશ્મીરમાં ભારતીય દળો અને પ્રદર્શનકારીઓની વચ્ચે થયેલ હિંસાના સમાચાર જોયા છે. હિંસાથી અમે ચિંતીત પણ છીએ. આપણે તમામ પક્ષોએ શાંતિપૂર્ણ સમાધાનની દિશામાં કામ કરવું જોઇએ. પ્રવક્તાએ કહ્યું કે અમેરિકાએ આ મુદ્દે ભારત સાથે વાતચીત નથી કરી, કારણકે આ ભારતનો આંતરિક મામલો છે.

પાકિસ્તાની પીએમ નવાબ શરીફે એક નિવેદન જાહેર કર્યું છે કે તેમણે કહ્યું છે કે કાશ્મીરમાં બુહરાન વાનીના માર્યા જવાથી સદમામાં છે. ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે તેઓ કાશ્મીરનો મુદ્દો આંતરાષ્ટ્રીય સ્તર પર ઉઠાવશે.ત્યારે આવામાં અમેરિકાના નિવેદનથી પાકિસ્તાનનું નિવેદન ફરી અલગ તરી આવ્યું છે.

You might also like