અમેરિકાએ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનો પર લગાવ્યો પ્રતિબંધ

વોશિંગ્ટન: અમેરિકાએ પાકિસ્તાનમાં રહેલા આતંકવાદીઓ અને મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદના જમાત ઉદ દાવા સમૂહ દ્વારા સંચાલિત એક સંગઠન પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ આતંકવાદીઓના નેતૃત્વ અને નાણાં એકત્રિત કરનારા નેટવર્કોનો નાશ કરવા માટે લાદવામાં આવ્યો છે.

અમેરિકાના ટ્રેજરી ઓફિસ ઓફ ફોરેને એસેટ્સ કંટ્રોલના નિર્દેશક જ્હોન સ્મિથે કહ્યું કે, આ પ્રતિબંધને લગાવવા પાછળનો આશય પાકિસ્તાનમાં હાલ નાણાંકીય સહાય નેટવર્કોને નાબૂદ કરવાનો છે. આ નેટવર્કોએ તાલિબાન, અલ કાયદા, આઇએસઆઇએસ અને લશ્કર એ તૈયબાને આત્મઘાતી હુમલાખોરની પુનઃસ્થાપના અને અન્ય હિંસક ગતિવિધિઓ માટે નાણાંકીય સહાયતા ઉપલબ્ધ કરાવી હતી. સ્મિથે કહ્યું કે, અમેરિકા ધર્માર્થ અને આતંકી ગતિવિધિઓની સુવિદ્યા ઉપલબ્ધ કરાવનાર સંગઠનો સહિત પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં હયાત આતંકવાદીઓને આક્રમક રીતે નિશાન બનાવતા રહેશે.

આ પ્રતિબંધ લશ્કર એ તૈયબા, જમાત ઉદ દાવા, તાલિબાન, જમાત ઉલ દાવા અલ કુરાન અને ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા અને આઇએસઆઇએશ ખોરાસન પર લગાવવામાં આવ્યો છે. ખોરાસન એક ઐતિહાસિક ક્ષેત્ર છે. જેમાં ઉત્તરપૂર્વી ઇરાનનો એક મોટો વિસ્તાર, દક્ષિણી તુર્કમેનિસ્તાન, ઉત્તરી અફઘાનિસ્તાન અને ભારતનો ભાગ સામેલ છે.

નોંધનીય છે કે હાફિઝ સઇદ પાકિસ્તાનમાં નજરબંધ છે. થોડાક દિવસો પહેલા પાકિસ્તાનની પંજાબ પ્રાતંની સરકારએ હાફિઝ ની નજરબંધીની સમય મર્યાદા 90 દિવસ વધારી દીધી હતી. હાફિઝ પોતાના ઘરમાં છેલ્લા 3 મહિનાથી પોતાના ઘરમાં નજરબંધ છે. બીજી બાજુ થાડાક સપ્તાહ પહેલાં જ પાકિસ્તાને ઓન રેકોર્ડ માન્યું હતું કે હાફિઝ સઇદ આતંકી છે. પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે લાહોર હાઇકોર્ટમાં સોંગદનામું દાખલ કરીને માન્યું કે હાફિઝ સઇદ આતંકી ગતિવિધિઓથી જોડાયેલો છે.

http://sambhaavnews.com/

You might also like