અમેરિકન વિદેશ મંત્રીની સુરક્ષામાં છીંડા, બ્લેડ લઇને હોટલમાં ઘૂસ્યો કાશ્મીરી યુવક

નવી દિલ્હી: અમેરિકન વિદેશ મંત્રી જૉન કેરીની સુરક્ષામાં સેંધ લગાવવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે બ્લેડ લઇને લીલા હોટલમાં ઘૂસી રહેલા કાશ્મીરી વ્યક્તિની ધરપકડક કરી લીધી છે.

આ હોટલના મેન ગેટ સુધી પહોંચી ગયો હતો. હોટલમાં ઘૂસતી વખતે સિપાહીએ તેણે પકડવાનો પ્રયત્ન કર્યો તો આરોપીએ સિપાહીની હાથાપાઇ કરી તેની વરધી પકડી લીધી. પૂછપરછમાં આરોપીએ સ્વિકાર કર્યો છે તે જૉન કરી રૂમમાં જઇ રહ્યા હતા.

દેશની ગુપ્તચર એજન્સીઓ, સ્પેશિયલ સેલ તથા સરોજની નગર પોલીસે કલાકો સુધી સંયુક્ત રૂપે પુછપરછ કરી છે. ઘટના બાદ લીલા હોટલમાં સુરક્ષા વધારી દીધી છે.

You might also like