ડોનાલ્ડ ટ્રંપની સાથે વ્હાઇટ હાઉસ નહીં જાય મેલેનિયા ટ્રંપ!

નવી દિલ્હી: ડોનાલ્ડ ટ્રંપના અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યા બાદ તેમની પત્નિ મેલેનિયા ટ્રંપ યૂએસની ફર્સ્ટ લેડી હશે. પરંપરા અનુસાર આ કપલ 20 જાન્યુઆરી 2017એ વ્હાઇટ હાઉસ રહેવા જશે. પરંતુ હવે જાણવા મળ્યું છે કે ફક્ત ડોનાલ્ડ જ વ્હાઇટ હાઉસ જશે. હકીકતમાં મેલેનિયા અને તેમનો પુત્ર બેરોન ટ્રંપ, ડોનાલ્ડ સાથે જાન્યુઆરીમાં શિફ્ટ થશે નહીં. એનું કારણ છે બેરોન ટ્રંપનો અભ્યાસ.

10 વર્ષનો બેરોન ટ્રંપ આવતા વર્ષે જૂન મહિનામાં નવા ક્લાસમાં જશે. ત્યારબાદ જ મેલેનિયા પોતાના પુત્ર સાથે વ્હાઇટ હાઉસમાં રહેવા આવશે. ત્યાં સુધી તે મેનહટ્ટનના ટ્રંપ પેન્ટહાઉસ એપોર્ટમેન્ટમાં જ રહેશે.

હાલમાં તો બેરોન કોલંબિયા ગ્રામર એન્ડ પ્રીપેરેટ્રી સ્કૂલમાં પ્રી કે ધોરકમાં છે. જો કે આ વચ્ચે મેલેનિયા વ્હાઇટ હાઉસ આવતી જતી રહેશે. એટલું જ નહીં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ કારણથી ડોનાલ્ડ ટ્રંપ વધારે સમય પણ પોતાના પેન્ટ હાઉસમાં જ પસાર કરશે.

નોંધનીય છે કે આ ઉપર કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ જલ્દી આ બાબતે ડોનાલ્ડ એક નિવેદન આપી શકે છે. જણાવી દઇએ કે 46 વર્ષની મેલેનિયા ટ્રંપને ઘણા વખત પોતાના પુત્રને સ્કૂલથી લાવતી જોવા મળી છે. કારણ કે ડોનાલ્ડ પાસે સમય ઓછો હોય છે. એટલા માટે એ બેરોન સાથે વધારે સમય પસાર કરે છે, જેના કારણે બેરોનને માતા પિતાની ખામી ના લાગે.

You might also like