ફેડ વ્યાજદર નહીં વધારે તેવી શક્યતાઓ પાછળ સોનામાં સુધારો

અમદાવાદ: યુએસ ફેડરલ રિઝર્વની ગઈ કાલથી શરૂ થયેલી બે દિવસીય બેઠકના પગલે હાલ વ્યાજદર વધારાશે નહીં તેવી વધતી જતી શક્યતાઓ પાછળ સોનામાં સુધારાની ચાલ નોંધાઈ હતી. નોંધનીય છે કે વૈશ્વિક બજારમાં સોનું ૧૩૧૮ ડોલર પ્રતિઔંસની સપાટીએ જોવા મળી રહ્યું છે, જ્યારે સ્થાનિક મોરચે ૧૦ ગ્રામ શુદ્ધ સોનાનો ભાવ રૂ. ૩૧,૪૫૦ની સપાટીએ જોવા મળી રહ્યો છે. એ જ પ્રમાણે ચાંદી પણ પ્રતિકિલો રૂ. ૪૫,૪૫૦ની સપાટીએ જોવા મળી રહી છે. સ્થાનિક બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ફેડરલ રિઝર્વની બેઠક પૂર્વે ડોલરમાં મજબૂતાઈની ચાલ જોવા મળી હતી તો બીજી બાજુ યુએસ ફેડરલ રિઝર્વ જો વ્યાજદરમાં વધારો નહીં કરે તો વૈશ્વિક સોના-ચાંદીના ભાવમાં વધુ વધારો થશે તેવા સેન્ટિમેન્ટ પાછળ સ્થાનિક બજારમાં પણ સુધારાની ચાલ જોવા મળી હતી.

સ્થાનિક બુલિયન બજારના જાણકારોના કહેવા પ્રમાણે આગામી દિવાળીના તહેવારોમાં સોનાની માગ વધે તેવી શક્યતાઓ પાછળ પણ સુધારાની ચાલ નોંધાઇ હતી.

You might also like