ફેડ દ્વારા વ્યાજદર નહીં વધારાતાં વિદેશી બજારમાં ઉછાળો જોવાયો

અમદાવાદ: યુએસ ફેડરલ રિઝર્વની બે દિવસની બેઠકના અંતે વ્યાજના દરમાં હાલ વધારો નહીં કરવાના અને આગામી ડિસેમ્બર સુધી વ્યાજદર વધારવાના આપેલા સંકેતોના પગલે વિદેશી બજારો ઊછળ્યાં હતાં. એશિયાઇ શેરબજારો ઊંચા ગેપથી ખૂલ્યાં હતાં. આજે શરૂઆતે હેંગસેંગ ઇન્ડેક્સમાં ૩૬૯ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. દરમિયાન ફેડરલ રિઝર્વના નિર્ણય બાદ યુએસ ડાઉ શેરબજાર ઇન્ડેક્સમાં ૧૬૩.૭૪ પોઇન્ટનો, જ્યારે નાસ્ડેક શેરબજાર ઇન્ડેક્સમાં ૫૩.૮૩ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. એ જ પ્રમાણે એસએન્ડપી ૫૦૦ શેરબજાર ઇન્ડેક્સમાં ૨૩.૩૬ પોઇન્ટનો સુધારો નોંધાયો હતો. નાસ્ડેક શેરબજાર ઇન્ડેક્સ રેકોર્ડ ઊંચાઈએ બંધ જોવાયો હતો.

શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા લેવાયેલા નિર્ણયના પગલે વિદેશી શેરબજારો ઉપર તેની સકારાત્મક અસર જોવાઇ હતી. વિદેશી રોકાણકારોનો એશિયાઇ શેરબજારોમાં રોકાણનો નાણાં પ્રવાહ ચાલુ કરી શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ વિદેશી બજારોમાં ઉછાળો નોંધાયો હતો.

You might also like