યુએસ ફેડની મિનિટ્સ જાહેર થયા બાદ વૈશ્વિક શેરબજાર ઊંચકાયાં

અમદાવાદ: યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા મિનિટ્સ જાહેર કરાયા બાદ અમેરિકી શેરબજારમાં તેજી જોવા મળી છે. યુએસ એસએન્ડપી-૫૦૦ શેરબજાર ઇન્ડેક્સ રેકોર્ડ ઊંચાઇએ બંધ થયો હતો. બોન્ડમાં ઘટાડો કરવાની યોજનાનું અમેરિકી શેરબજારે જોરદાર સ્વાગત કર્યું છે. યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજના દરમાં આગામી જૂન મહિનામાં વધારો કરી શકે છે. અમેરિકાની ઇકોનોમીમાં ગ્રોથ જોવાવાની શક્યતા છે, જેને લઇ યુએસ ફેડ પોતાની બેલેન્સશીટ થકી બોન્ડમાં ઘટાડો કરશે. ફેડની ૪.૫ લાખ કરોડ ડોલરના બોન્ડમાં ઘટાડો કરવાની યોજના છે. નાસ્ડેક શેરબજાર ઇન્ડેક્સ ૨૪.૩૧ પોઇન્ટના સુધારે ૬,૧૬૩.૦૨, જ્યારે ડાઉ જોન્સ ઇન્ડેક્સ ૭૪.૫૧ પોઇન્ટના સુધારે ૨૧,૦૧૨.૪૨ પોઇન્ટની સપાટીએ બંધ જોવાયો છે.

અમેરિકી શેરબજારમાં જોવા મળેલા સુધારાની અસરથી આજે મોટા ભાગનાં એશિયાઇ શેરબજાર પણ ઊંચા ગેપથી ખૂલ્યાં હતાં. હેંગસેંગ શેરબજાર ઇન્ડેક્સમાં ૧૩૧ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે જાપાનના નિક્કી શેરબજાર ઇન્ડેક્સમાં પણ ૧૦૬ પોઇન્ટનો સુધારો જોવાયો હતો, જ્યારે તાઇવાન, સિંગાપોર અને ચીનનો શાંઘાઇ શેરબજાર ઇન્ડેક્સ પણ ગ્રીન ઝોનમાં જોવા મળ્યા છે.
http://sambhaavnews.com/

You might also like