યુએસ ફેડ રિઝર્વની મિટિંગસમાં વ્યાજદર વધારવાના સંકેતોઃ એશિયાઈ બજાર ડાઉન

અમદાવાદ: યુએસ ફેડરલ રિઝર્વે જાહેર કરેલી મિટિંગમાં વ્યાજના દરમાં વધારો કરવાના સંકેતો આપ્યા છે. જેના પગલે અમેરિકી શેરબજારમાં પણ તેની પોઝિટિવ અસર જોવા મળી છે. ડાઉ જોન્સ ઈન્ડેક્સ ૫૯.૩૧ પોઈન્ટના સુધારે ૧૯ હજારની ઉપર ૧૯૦૮૩.૧૮ની સપાટીએ બંધ જોવાયો હતો. એ જ પ્રમાણે એસ એન્ડ પી ૫૦૦ શેરબજાર ઈન્ડેક્સમાં ૧.૭૮ પોઈન્ટનો સુધારો નોંધાઈ ૨૨૦૪.૭૨ પોઈન્ટની સપાટીએ બંધ જોવાયો હતો. નવેમ્બરમાં બેરોજગારીના આંકડા વધીને ૨.૫ લાખના સ્તરે પહોંચી ગયા છે.
દરમિયાન એશિયાના જાપાનના નિક્કી શેરબજાર ઈન્ડેક્સ સિવાય શેરબજાર ઈન્ડેક્સ રેડ ઝોનમાં જોવાયા છે. તાઈવાન હેંગસેંગ શેરબજાર ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાયો છે.

ક્રૂડ ઉત્પાદનમાં ઘટાડાને ઈરાકનું સમર્થન
આગામી ૩૦મી નવેમ્બરે ક્રૂડનું ઉત્પાદન કરતા દેશોની બેઠક મળી રહી છે. આ બેઠક પૂર્વે ઉત્પાદનમાં ઘટાડો કરવા અંગે ઈરાકનાં સમર્થન બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડમાં રિકવરી જોવા મળી છે. બ્રેન્ટ ક્રૂડ ૪૮ ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચી ગયું છે.

You might also like