યુએસ ફેડની બેઠક પૂર્વે શેરબજારમાં સાવચેતી

અમદાવાદ: યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પૂર્વે શેરબજારમાં સાવચેતી જોવા મળી છે. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૨.૩૯ પોઇન્ટના સુધારે ૩૧,૧૧૩, જ્યારે એનએસઇ નિફટી ૧૧.૪૦ પોઇન્ટના ઘટાડે ૯,૫૯૫ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી છે.

આજે શરૂઆતે મેટલ સેક્ટરની કંપનીના શેરમાં મોટાં ગાબડાં પડ્યાં હતાં. બેન્ક, ઓટોમોબાઇલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેર રેડ ઝોનમાં ખૂલ્યા હતા એટલું જ નહીં, મિડકેપ સેક્ટરની કંપનીના શેરમાં પણ પ્રોફિટ બુકિંગની ચાલ નોંધાઇ હતી.

આજે શરૂઆતે એશિયન પેઇન્ટ્સ, વિપ્રો, ટાટા સ્ટીલ કંપનીના શેરમાં ૦.૮૦ ટકાથી ૧.૧૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો તો બીજી બાજુ ફાર્મા સેક્ટરમાં નીચા મથાળે લેવાલી નોંધાઇ હતી. ડો. રેડ્ડીઝ લેબ્સ કંપનીના શેરમાં ૧.૪૭ ટકા, જ્યારે લ્યુપિન કંપનીના શેરમાં ૦.૯૯ ટકાનો સુધારો નોંધાયો હતો. રિલાયન્સ કંપનીનો શેર પણ ૦.૭૨ ટકાના સુધારે જોવા મળ્યો હતો. દરમિયાન આજે મોટા ભાગનાં એશિયાઈ બજાર રેડ ઝોનમાં ખૂલ્યાં હતાં.

મેટલ શેર રેડ ઝોનમાં
સેઈલ – ૧.૦૬ ટકા
ટાટા સ્ટીલ – ૦.૮૪ ટકા
વેદાન્તા – ૦.૯૯ ટકા
હિંદાલ્કો – ૦.૯૨ ટકા
હિંદુસ્તાન ઝિંક ૦.૪૯ ટકા
http://sambhaavnews.com/

You might also like