આજથી યુએસ ફેડની બેઠકઃ સોનાના ભાવ હજુ ઘટશે

728_90

નવી દિલ્હી: ઇન્ટરેસ્ટ રેટ પર યુએસ ફેડના નિર્ણય પૂર્વે સોનાના ભાવ પર દબાણ જોવા મળી રહ્યું છે. નિષ્ણાતો અને બુલિયન ટ્રેડર્સનું કહેવું છે કે આગામી ૨થી ૩ મહિનામાં સોનાની કિંમતોમાં હજુ કડાકો જોવા મળશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જો યુએસ ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારવાનો નિર્ણય કરશે તો સોનાની કિંમતમાં કરેક્શન જોવા મળી શકે છે.ઘરેલું માર્કેટમાં સોનાના ભાવ રૂ. ૨૦૦૦ સુધી ઘટીને પ્રતિ ૧૦ ગ્રામ રૂ. ૨૭ હજાર સુધી પહોંચી શકે છે.

યુએસ ફેડની ઇન્ટરેસ્ટ રેટ અંગે આજથી બેઠક શરૂ થઇ રહી છે. યુએસ ફેડની બેઠક પહેલાં જ સોનાની કિંમતમાં કરેક્શન જોવા મળી રહ્યું છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ૨૭ ફેબ્રુઆરીના રોજ ગોલ્ડ રૂ. ૨૯,૭૮૫ની સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગયું હતું અને ત્યાર બાદ તેના ભાવમાં કરેક્શન આવ્યું છે. ૧૪ માર્ચે એમસીએક્સ પર સોનું ૨૮,૦૯૪ની સપાટી પર રહ્યું હતું અને હવે ઘટીને રૂ. ૨૭,૦૦૦ની સપાટીને આંબી જાય તો નવાઇ નહીં.
http://sambhaavnews.com/

You might also like
728_90