અમેરિકી ડ્રોન હૂમલાથી ખરાબ થયા દ્વિપક્ષીય સંબંધો : પાકિસ્તાન

ઇસ્લામાબાદ : અફઘાન તાલિબાન ચીફ મુલ્લા મંસૂરને મારવા માટે અમેરિકાએ ગત્ત મહિને પાકિસ્તાનમાં ડ્રોન હૂમલો કર્યો હતો. જો કે આ મુદ્દે હવે પાકિસ્તાન ગરમી પકડી ચુક્યું છે. ડોનનાં અહેવાલ અનુસાર શઉક્રવારે અમેરિકી પ્રતિનિધિઓ સાથે મુલાકાત દરમિયાન પાકિસ્તાને કહ્યું કે આ ઘટનાથી જ્યારે તેની સંપ્રભુતાનું ઉલ્લંઘન થયું છે, સાથે સાથે બંન્ને દેશોનાં સંબંધો ખરાબ થયા છે. વાત જાણે એમ છે કે, આ ડ્રોન હૂમલા બાદ અમેરિકા – પાકિસ્તાનનાં દ્વિપક્ષીય સંબંધોમાં તણાવ પેદા થઇ ગયો છે.

પાકિસ્તાને ભારત અને અમેરિકા વચ્ચે વધી રહેલા રણનીતીક સંબંધો અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. ચિંતા વ્યક્ત કર્યા બાદ એક ઉચ્ચ સ્તરીય અમેરિકી પ્રતિનિધિમંડળ પાકિસ્તાન પહોંચ્યું હતું. પાકિસ્તાનનાં વડાપ્રધાન નવાઝ શરીફનાં વિદેશ મુદ્દાનાં સલાહકાર સરતાજ અઝીજે આ પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત દરમિયાન પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાનની જમીન પર કરાયેલો આ ડ્રોન હૂમલો પાકિસ્તાનની સંપ્રભુતાનુ ઉલ્લંઘન છે.

અઝીઝે વધારેમાં અમેરિકન પ્રતિનિધિ મંડળને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભવિષ્યમાં આ પ્રકારનો કોઇ પણ હૂમલો આંતરિક સંબંધોને મજબુત કરવાની દિશામાં ઘણો નુકસાનકારક સાબિત થશે. અઝીઝે કહ્યું કે અફધાનિસ્તાનમાં શાંતિ અને સુલેહ સમજુતીનાં મુદ્દે જે પ્રક્રિયા ચાલી રહી છે તેમાં ડ્રોન હૂમલાથી વિક્ષેપ પડી શકે છે. આ બેઠકમાં ડ્રોન હૂમલા ઉપરાંત દ્વિપક્ષીય સંબંધો, ક્ષેત્રીય સુરક્ષા વાતાવરણ અને અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયા અંગે ચર્ચા થઇ.

You might also like