યુએસ, ચીનનાં 900 ઉત્પાદનો ઉપર ડ્યૂટી લાદવાની તૈયારીમાં

અમદાવાદ: ફરી એક વખત અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અમેરિકા એક અંદાજ મુજબ ૯૦૦ જેટલાં ચીનનાં ઉત્પાદનો ઉપર ડ્યૂટી લગાવવાની તૈયારી કરી રહી છે. તો બીજી બાજુ ચીન પણ તેની સામે સખત પગલાં લેવાનું તૈયારી કરી રહ્યું છે.

જેના પગલે વૈશ્વિક બજારમાં પણ તેની અસર જોવા મળી રહી છે. ડાઉજોન્સ રપ પોઇન્ટ તૂટી રપ,૧૭પની સપાટીએ બંધ જોવા મળ્યો છે. દરમિયાન યુરોપીયન સેન્ટ્રલ બેન્કે વ્યાજના દરોમાં કોઇ ફેરફાર કર્યો નથી. બેન્કે ર૦૧૮માં બોન્ડની ખરીદી ૩૦ અબજ યુરોથી ઘટાડી ૧પ અબજ યુરો કરશે.

શરૂઆતે મોટાભાગનાં શેરબજારો રેડ જોનમાં ખૂલ્યાં હતાં. સિંગાપોરનો સ્ટ્રેઇટ ટાઇમ્સ ઇન્ડેક્સ ૩પ પોઇન્ટ, હેંગસેગ શેરબજાર ઇન્ડેસ પ૭ પોઇન્ટ તૂટ્યો હતો. તાઇવાન, કોસ્પી અને શાંઘાઇ શેરબજાર ઇન્ડેક્સ પણ રેડ ઝોનમાં જોવા મળ્યાં હતાં.

You might also like