ટ્રમ્પની હેટ પહેરેલ એક શાળાનાં વિદ્યાર્થી પર હૂમલો

શિકાગો : અમેરિકામાં એક સ્કુલ બસમાં 12 વર્ષના એક બાળક પર શાળાઓનાં બાળકોના એક સમુહએ કથિત રીતે હૂમલો કર્યો હતો. કારણ કે તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના મેક અમેરિકા ગ્રેટ અગેનનાં નારાવાળી હેટ પહેરેલી હતી.

મિસોરીના પાર્કવે સ્કૂલ ડિસ્ટ્રિક્ટના મિડલ સ્કૂલનાં વિદ્યાર્થીઓનાં એક સમૂહે સ્કુલ બસમાં ગેવિને આ વાત પર ઝગડો કર્યો અને તે મેક અમેરિકા ગ્રેટ અગેઇનનાં નારાવાળી હેટ પહેરીને હતો. ગેવિનની માં ક્રિસ્ટિનાં કોર્ટિનાએ કહ્યુ, પેરેન્ટ હોવાના કારણે તે ખુબ જ ખરાબ છે.

બાળકોની વચ્ચે આ ઝગડાને એક કેમેરામાં કેદ કરી લેવામાં આવ્યો હતો. આ બાળકોને ટ્રમ્પની પ્રસ્તાવિત મેક્સિકો દિવાલ પર ચર્ચા કરતા પણ જોવાઇ શકે છે.

આ વિવાદ ગણત્રીનાં સમયમાં જ ધક્કામુક્કીમાં બદલાઇ ગયો અને સંભવત કેટલાક મુક્કા અને લાતો પણ ચલાવાઇ. એક વિદ્યાર્થી ગુસ્સામાં બુમો પાડે છે, તમે દિવાલ બનાવવા માંગો છો ? ગેવિને જણાવ્યુ કે વસ્તુઓ ખુબ ઝડપી રીતે બગડી રહી છે.

You might also like