નોર્થ- સાઉથ કોરિયામાં યુદ્ધની પરિસ્થિતિ, અમેરિકાએ ગોઠવી એન્ટી બેલેસ્ટિક મિસાઇલ

સોલઃ ઉત્તર કોરિયા દ્વારા મિસાઇલોના પરીક્ષણ બાદ કોરિયાઇ પ્રાયદ્વીપમાં તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકાએ દક્ષિણ કોરિયાની સુરક્ષા માટે એન્ટી બેલેસ્ટિક મિસાઇલ સિસ્ટમ તૈનાત કરી છે. આ સાથે જ ઉત્તર કોરિયા પણ આક્રમક વલણમાં છે. પરમાણુ હથિયારોથી સજ્જ ઉત્તર કોરિયા દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવેલ ચાર મિસાઇલમાં જાપાનમાં અમેરિકી સૈન્ય અડ્ડા પર હુમલો કરવા માટે પ્રશિક્ષણ અભ્યાસ અને નેતા કિમ જોગે તેમના આ અભ્યાસને જોયું હતું. પ્યોંગયાંગના સરકારી સંવાદ સમિતિ કેસીએનએ આ માહિતી આપી છે.

લગાવવામાં આવેલી ચારમાંથી ત્રણ મિસાઇલને અમેરિકાના સહયોગી જાપાનની પાસે તેમના જળ વિસ્તારમાં નાખવામાં આવી છે. જે તેમના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રનો હિસ્સો છે. ઉત્તર કોરિયાના આમ કરવાથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે પડકાર મળ્યો છે. આ પ્રક્ષેપણ પર ચર્ચા કરવા માટે વોશિંગટન અને ટોક્યોના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સાથે એક આપતકાલીન બેઠક બોલાવવાનો અનુરોધ કર્યો છે. જે કાલે યોજાવાની છે.

સંયુક્ત રાષ્ટ્ર પ્રસ્તાવ અંતર્ગત પ્યોંગયાંગ પર બેલેસ્ટિક મિસાઇલ તકનીકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત નિક્કી હેલીએ ટવિટર પર લખ્યું છે કે દુનિયા ઉત્તર કોરિયાને આ વિનાશકારી માર્ગ પર ચાલવાની અનુમતિ આપે છે. ઉત્તર કોરિયાએ પહેલા પરમાણુ પરીક્ષણ 2006 કર્યું હતું. ત્યારથી સંયુક્ત રાષ્ટ્રએ તેની પર પ્રતિબંધના 6 સેટ લગાવ્યા હતા. જે તમામ તેમના આ પ્રયાસને રોકવામાં નિષ્ફળ રહ્યાં છે. ઉત્તર કોરિયાએ હથિયારોને રક્ષાત્મક હથિયાર ગણાવ્યાં છે.

http://sambhaavnews.com/

You might also like