જગતજમાદાર અમેરિકાની સલાહ વિવાદ મુદ્દે ભારત પાસેથી શીખે ચીન

વોશિંગ્ટન : વિવાદિત દક્ષીણ ચીન સાગર પર નિર્ણય લીધા પહેલા અમેરિકાએ ચીનને ભારત પાસેથી શિખવાની સલાહ આપી છે. અમેરિકાએ કહ્યું કે ભારતે પોતાનાં પાડોશી દેશોની સાથે જે પ્રકારનાં સમુદ્રી વિવાદોનો ઉકેલ લાવ્યો છે તેમાંથી ચીને શિખવા જેવું છે. અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ચીન સાગરનાં મુદ્દે ચીન, વિયતનામ, ફિલિપિન્સ તાઇવાન અને કેટલાય અન્ય દેશો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ એક આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા ટ્રાઇબ્યૂનલનો આગામી અઠવાડીયે ચુકાદો આવનાર છે.

પુર્વી એશિયાનાં સંરક્ષણ મુદ્દાનાં અમેરિકન ડેપ્યુટી આસિસ્ટેન્ટ સેક્રેટરી અબ્રાહમ ડેનમાર્કે અમેરિકન કોંગ્રેસને કહ્યું કે ફિલીપીન્સે સમગ્ર દક્ષિણ ચીન સાગર પર ચીનનાં દાવાની વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા કોર્ટનો આશરો લીધો છે. ચીને આ કોર્ટનાં અધિકાર ક્ષેત્રનાં મુદ્દે અસ્વીકાર અને અસહયોગનું વલણ અખત્યાર કર્યું છે.

અમેરિકાએ જણાવ્યું કે વર્ષ 2014માં સ્થાયી મધ્યસ્થતા કોર્ટ લગભગ 30 વર્ષ જુના સમુદ્રી વિવાદ મુદ્દે ભારતની વિરુદ્ધ અને બાંગ્લાદેશનાં પક્ષમાં ચુકાદો આપ્યો હતો. ભારતે આ ચુકાદાનો સ્વિકાર કર્યો અને તેનું પાલન પણ કર્યું. ભારતે ત્યારે સ્વિકાર્યું કે આ મુદ્દે સમાધાન થવાની આંતરિક સમજ અને બંન્ને દેશોની વચ્ચે મિત્રતામાં વધારો થશે. આ એક એવું ઉદાહરણ છે જેનાં અનુસરણ કરવા માટેની અપીલ અમે ચીનને પણ કરીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે ચીન પણ નજીકનાં ભવિષ્યમાં તેનું અનુસરણ કરશે.

You might also like