યુએસ સહિત એશિયાઈ બજારોમાં પોઝિટિવ ટ્રેન્ડ

અમદાવાદ: વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં ઉછાળો નોંધાયો છે. સાઉદી અરેબિયા ક્રૂડનાં ઉત્પાદનમાં ઘટાડો કરી શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ યુએસ સહિત એશિયાનાં મોટા ભાગનાં શેરબજારોમાં જોરદાર તેજી જોવા મળી છે. ડાઉ જોન્સ ઇન્ડેક્સમાં ૧૬૪.૮૪ પોઇન્ટ, જ્યારે એસએન્ડપી ૫૦૦ ઇન્ડેક્સમાં ૧૯.૭૩ પોઇન્ટનો ઉછાળો નોંધાતો હતો. એ જ પ્રમાણે નાસ્ડેક શેરબજાર ઇન્ડેક્સમાં પણ ૩૮.૬૯ પોઇન્ટનો સુધારો જોવાયો હતો.

દરમિયાન ક્રૂડમાં જોવાયેલા સુધારા તથા યુએસ શેરબજારમાં મજબૂતાઇની અસરે આજે એિશયાનાં શેરબજારો પણ ઊંચાં ગેપથી ખૂલ્યાં હતાં. હેંગસેંગ શેરબજાર ઇન્ડેક્સમાં ૪૫૪ પોઇન્ટ, જ્યારે જાપાનના નિક્કી શેરબજાર ઇન્ડેક્સમાં ૩૯૦ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો એટલું જ નહીં એશિયા અન્ય શેરબજારોમાં પણ સુધારા તરફી ચાલ જોવાઇ હતી. સિંગાપોરના સ્ટ્રેઇટ ટાઇમ્સ ઇન્ડેક્સમાં ૪૨ પોઇન્ટ, તાઇવાન શેરબજાર ઇન્ડેક્સમાં ૯૬ પોઇન્ટ અને શાંઘાઇ શેરબજાર ઇન્ડેક્સમાં ૬૧ પોઇન્ટનો ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ક્રૂડની કિંમતોમાં જોવા મળી રહેલા ઘટાડાના કારણે કેટલીક બેન્કોને અસર થવાની ભીતિ સેવાતી હતી, જોકે ક્રૂડ ૪૦ ડોલરની સપાટી ઉપર પહોંચી જતા હવે બેન્કોને રાહત મળે તેવી શક્યતા પાછળ એશિયાઈ સહિત વિશ્વભરનાં બજારોમાં સુધારો જોવા મળ્યો હતો.

You might also like