ભારતીય સેનાની તાકાતમાં થશે વધારો, અમેરિકા પાસેથી ખરીદશે રાત્રિમાં હુમલો કરી શકનાર હેલિકોપ્ટર

અમેરિકી સરકારે ભારતીય સેના માટે 6 એએચ-64 ઇ અપાચે એટેક હેલિકોપ્ટરની રક્ષા સમજૂતીને મંજૂરી આપી દીધી છે. આ જાણકારી અમેરિકી વિદેશ વિભાગે મંગળવારનાં રોજ આપી છે. 93 કરોડ ડૉલર (અંદાજે 6,285 કરોડ રૂપિયા)ની આ સમજૂતીને અમેરિકી કોંગ્રેસ પાસ કરી ચૂકી છે. જો આ મામલે અમેરિકી સાંસદ આ મામલે કોઇ પણ પ્રકારની આપત્તિ નહીં ઉઠાવે તો આને અમલમાં મૂકવા માટે આગળ મોકલી દેવાશે.

ભારતમાં અપાચેનાં ઢાંચાને અમેરીકી કંપની બોઇંગ અને તેઓનાં ભારતીય પાર્ટનર ટાટાએ બનાવવાનું પણ શરૂ કરી દીધું પરંતુ જ્યાં સુધી આ સમજૂતીને મંજૂરી નહીં મળે ત્યાં સુધી અમેરિકી નિર્માતા ભારતને સીધી રીતે આ હેલિકોપ્ટરને નહીં વેચી શકે. પરંતુ મંગળવારનાં રોજ મળેલી મંજૂરી બાદ આને ખરીદવાનો રસ્તો સ્પષ્ટપણે દેખાઇ રહ્યો છે. આ ડીલનાં મુખ્ય કોન્ટ્રાક્ટર લૉકહીડ માર્ટિન, જનરલ ઇલેક્ટ્રિક અને રેથિઓન છે.

દુનિયાનાં સૌથી ઘાતક એટેક હેલિકોપ્ટર સિવાય આ કરારમાં નાઇટ વિઝન સેન્ટર, જીપીએસ ગાઇડેંસ હજારો હેલફાયર એંટી આર્મર અને હવામાં હુમલો કરવાવાળી સ્ટિંગર મિસાઇલનું વેચાણ પણ શામેલ છે. અમેરિકી ડિફેન્સ સિક્યોરિટી કોર્પોરેશન એજન્સી અનુસાર એએચ-64 ભારતની રક્ષાત્મક ક્ષમતામાં વૃદ્ધિ કરશે. આનાંથી ભારતીય વાયુ સેના આધુનિક બનશે અને વધારે સારા ઢંગથી ખતરાઓનો સામનો કરી શકશે.

You might also like