USએ ઓસામા બિન લાદેનના પુત્ર હમજા પર રૂ.70 કરોડનું ઇનામ જાહેર કર્યું

(એજન્સી) વોશિંગ્ટન: આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન અલ-કાયદાના ચીફ ઓસામા બિન લાદેનના પુત્રની જાણકારી આપવા પર અમેરિકાએ ૧૦ લાખ ડોલર (લગભગ રૂ.૭૦ કરોડ)ના ઇનામની જાહેરાત કરી છે. અમેરિકાના જણાવ્યા મુજબ ઓસામા બિન લાદેનનો પુત્ર હમજા બિન લાદેન હાલમાં અમેરિકા પર હુમલાની યોજના રચી રહ્યો છે. હમજા પોતાના પિતાના મૃત્યુુનો બદલો અમેરિકા પર હુમલો કરી લેવા ઇચ્છે છે.

સુરક્ષા એજન્સીઓ પાસેથી મળેલા ઇનપુટ બાદ અમેરિકાએ આ જાહેરાત કરી છે. આજે અમેરિકાના વિદેશ મંત્રાલયે આ ઇનામી રકમની જાહેરાત કરી છે. અમેરિકી વિદેશ વિભાગના અધિકારી એમ.ટી.ઇવાનોફે કહ્યું કે આ પગલું અમેરિકાની આતંક વિરુદ્ધ લડાઇ તેમજ ગંભીરતાને દર્શાવે છે.

ગુપ્તચર એજન્સીઓએ જણાવ્યું કે હમજા છેલ્લા કેટલાંય વર્ષોથી છુપાયેલો છે અને પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સિરિયા કે પછી ઇરાનમાં હોઇ શકે છે. ઇરાનમાં તે નજરકેદ હોવાના અણસાર પણ છે. એવું કહેવાય છે કે હમજા હવે અલ કાયદામાં ઘણા ઊંચા પદ પર પહોંચી ચૂકયો છે અને હવે તે પોતાના પિતાનો બદલો પણ લઇ શકે છે. અમેરિકા કોઇ કસર છોડવા ઇચ્છતું નથી.

અમેરિકી સુરક્ષા વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકી લીડર પોતાના કામ માટે ગંભીર છે. અલ કાયદા ઘણા સમયથી શાંત છે, પરંતુ આ માત્ર રણનીતિક શાંતિ છે, આત્મ સમર્પણ નથી. અલ કાયદા પાસે હજુ પણ હુમલો કરવાની ક્ષમતા છે અને તે એવું કરવાનો ઇરાદો પણ રાખે છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાએ પાકિસ્તાનના અબોટાબાદમાં એક અત્યંત ગુપ્ત ઓપરેશન હેઠળ ઓસામા બિન લાદેનને મોતને ઘાટ ઉતાર્યો હતો. ઓસામાના મૃત્યુ બાદ તેની ત્રણ પત્નીઓ અને બાળકો સાઉદી અરબમાં શરણ લેવા પહોંચ્યાં હતાં, પરંતુ હમજાનું ઠેરાણું સાઉદી અરબમાં વિવાદોનો વિષય રહ્યો. એવું માનવામાં આવે છે કે તે ઇરાનમાં પોતાની એક માતા સાથે ઘણાં વર્ષો સુધી રહ્યો. લાદેનના પુત્ર હમજાએ થોડા દિવસ પહેલાં લગ્ન કર્યાં હતાં. તેણે ૯/૧૧ હુમલામાં વિમાન હાઇજેક કરનાર મોહંમદ અટ્ટાની પુત્રી સાથે લગ્ન કર્યાં હતાં. તેનાં ઠેકાણા અંગે કોઇને યોગ્ય જાણકારી નથી, પરંતુ તે અફઘાનિસ્તાનમાં હોઇ શકે છે.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 months ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 months ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 months ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 months ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 months ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 months ago