અમેરિકાના શ્રેણીબદ્ધ હવાઈ હુમલા ISના ૨૫૦ ત્રાસવાદીઓનો ખાતમો

બગદાદ: તુર્કી પર ગઈકાલે થયેલા આતંકવાદી હુમલા બાદ બીજા દિવસે જ અમેરિકાએ બગદાદના ફલ્લુજાહ શહેરમાં ખૂંખાર ગણાતા આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ પર એક સાથે કરેલા હવાઈ હુમલામાં ૨૫૦ ત્રાસવાદીઓનો ખાતમો બોલાવી દીધો છે.

આ અંગે અમેરિકાના વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકાએ ઈરાકની સરહદમાં આવેલા ફલ્લુજાહના દક્ષિણ વિસ્તારમાં આ હવાઈ હુમલો કર્યો છે. આ હુમલો ઇરાકની સરહદ સાથે આવેલા ફલ્લુજાહના દ‌િક્ષણ ભાગમાંથી આઇએસના ત્રાસવાદીઓ જ્યારે ભાગી જવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે અમેરિકાએ હવાઇ હુમલાનો મારો ચલાવ્યો હતો. આ ઘટના અંગે સૌ પ્રથમ સમાચાર આપનાર રોઇટર્સે એક અધિકારીને જણાવ્યું હતું કે અમેરિકાના આ હવાઇ હુમલામાં ત્રાસવાદી સંગઠન આઇએસઆઇએસના ૪૦ જેટલા વાહનોનો ખુરદો બોલી ગયો હતો.

અમેરિકા તરફથી અા હવાઇ હુમલા ગઇ કાલે તુર્કીના ઇસ્તંબુલના અતાતુર્ક ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કરવામાં આવેલા ત્રણ આત્મઘાતી હુમલા બાદ કરવામાં આવ્યા છે. આ હુમલામાં ૪રથી વધુ લોકોના મોત થયા હતા અને આઇએસઆઇએસ દ્વારા આ હુમલા કરવામાં આવ્યા હતા.

સીઆઇએના ડાયરેકટર જોન બ્રેનને જણાવ્યું હતું કે આ હવાઇ હુમલા આઇએસઆઇએસના દુષ્કર્મોનું પરિણામ છે. બ્રેનને જણાવ્યું હતું કે હું એવું માનું છું કે જેઓ પણ અમેરિકામાં એવું માને છે કે આ ધરતી સંપૂર્ણપણે સુર‌ક્ષિત છે અને આઇએસઆઇએસ કશું જ બગાડી શકે તેમ નથી તેઓ ભ્રમમાં છે. હું તેમના આ વિચારો સાથે સંમત નથી.

You might also like