અમેરિકા આવનાર વિદેશીઓને આપવી પડશે સોશિયલ મીડિયાની માહિતી

વોશિંગટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે દ્વારા શરણાર્થીઓ અને સાત મુસ્લિમ વસ્તી ધરાવતા દેશો પર અમેરિકામાં પ્રવેશ પ્રતિબંધીત કરવામાં આવ્યો છે. જેનો વિરોધ ચાલી રહ્યો છે. દુનિયાના વિવિધ દેશના નેતાઓ રાષ્ટ્રધ્યક્ષો અને મનવાધિકાર સંગઠનો સહિત મોટી સંખ્યામાં અમેરિકી નાગરીઓએ પણ આ બેનનો વિરોધ કર્યો છે. તેમ છતાં પ્રસાશન પોતાના આ નિર્ણય પર અડગ છે. સાથે વ્હાઇટ હાઉસ જલ્દી વિદેશથી યુએસ આવનાર લોકોને તેમના સોશિયલ મીડિયા ડેટા દર્શાવવાના રહેશે. અમેરિકાની સુરક્ષા વધારવાના ઉદ્દેશ્યથી આ પગલું લેવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ અમેરિકા આવનાર વિદેશીઓએ તેમના મોબાઇલ ફોન સેવા, લોકોના નંબરના ડેટા પણ માંગી શકે છે. જો વ્હાઇટ હાઉસ આ નિર્ણય લેશે તો તેને નાગરીક સ્વતંત્રતાનું હનન કહેવામાં આવશે. આ મામલે હાલ તો શરૂઆતના સ્તર પર વાતચીત ચાલી રહી છે. તેની પર કેવી રીતે અમલ કરવામાં આવે તે અંગે હજી સુધી વિચારણા ચાલી રહી છે.  જો વિદેશી પોતાના મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયા અંગે માહિતી નહીં આપે તો તેને અમેરિકામાં પ્રવેશવા દેવામાં નહીં આવે.

http://sambhaavnews.com/

You might also like