સુપર ફિટ રહેવા માટે મહેનત કરતી ઉર્વશી

મિસ યુનિવર્સ ઈન્ડિયાનો ખિતાબ મેળવ્યા બાદ બોલિવૂડમાં અભિનેત્રી તરીકેની કારકિર્દી શરૂ કરનાર ઉર્વશી રૌતેલા ફિટનેસ માટે માત્ર જિમમાં કરાતી એક્સર્સાઇઝને જ પૂરતી માનતી નથી. તે યોગ, મેડિટેશન અને અન્ય રીતથી પણ ફિટ રહેવાની કોશિશ કરે છે, તેનું ફેવરિટ વર્કઆઉટ વોકિંગ અને જોગિંગ છે. પોતાના શરીરને સુડોળ રાખવા માટે તે બેલે અને ઝુંબા ડાન્સ કરે છે. સમય મળે ત્યારે તે જિમ પણ જાય છે. ખાસ વાત એ છે કે ઉર્વશી ભોજનને માત્ર ફિટ રહેવા માટે નહીં, પરંતુ ત્વચાની ચમક અને તાજગી જાળવવા માટે છ ભાગમાં વહેંચીને ખાય છે. નાસ્તા માટે પલાળેલી બદામ અને મૂસળી ખાય છે. તેની કોશિશ રહે છે કે તે ઓછા ફેટવાળી વસ્તુઓનું સેવન કરે. ત્વચામાં ભેજ જાળવી રાખવા માટે તે પર્યાપ્ત માત્રામાં પાણી પીએ છે.

ઋત્વિક રોશનની અગાઉની ફિલ્મ ‘કાબિલ’માં ધમાકેદાર આઇટમ સોંગ ‘સારા જમાના…’ કરનારી ઉર્વશીને એવી અટકળોથી દુઃખ થયું હતું, જેમાં દાવો કરાયો હતો કે તે ઋત્વિકની પાછળ પડી ગઇ છે કે તે તેને પોતાની આગામી ફિલ્મમાં લે એટલું જ નહીં, એમ પણ કહેવાયું હતું કે તે રાત્રે ત્રણ વાગ્યે ઋત્વિકને ફોન કરીને પરેશાન કરે છે. આ અફવાને નકારતાં ઉર્વશીએ જણાવ્યું હતું કે હું એક સેલિબ્રિટી છું. હું ઋત્વિકની પાછળ પડી નથી. આ બધી બાબતોથી મને ખૂબ જ દુઃખ પહોંચ્યું છે. મેં જે પણ મેળવ્યું છે તે મારી મહેનતથી મેળવ્યું છે. આગળ પણ મને કામ મળવાનું ચાલુ જ છે.

http://sambhaavnews.com

You might also like