કંઈક હટકે કરશે ઉર્વશી રૌતેલા

આજકાલ સંજોગો સંપૂર્ણ રીતે ઉર્વશીના પક્ષમાં છે. તેનો સંઘર્ષ લગભગ પૂરો થઇ ચૂક્યો છે. આત્મવિશ્વાસથી ભરપૂર ઉર્વશી હવે એક-એક ડગલું આરામથી અને સમજી-વિચારીને ભરી રહી છે. તે અલગ પ્રકારનાં પાત્રો ભજવવા ઇચ્છે છે અને ફિલ્મોની પસંદગી પણ ધ્યાનથી કરી રહી છે. તેની છાપ એક હોટ અભિનેત્રીની બની ચૂકી છે. તેણે તાજેતરમાં ફિલ્મ ‘હેટ સ્ટોરી-૪’ માટે પાંચ કરોડ રૂપિયાના પ્રસ્તાવને નકારી દીધો. સૂત્રોના જણાવ્યા અનુસાર તેને લાગ્યું કે આ ફિલ્મ માટે જરૂરી ઘણાં બધાં અંતરંગ દૃશ્યો અને વધુ પડતા અંગપ્રદર્શનને લઇને તે સહજ નથી.

ઉર્વશી અત્યાર સુધી આઈટમ નંબરમાં ખૂબ જ જલવા કરતી રહી છે. ફિલ્મ નિર્માતા પણ સતત આઇટમ નંબર માટે તેનો એપ્રોચ કરે છે, પરંતુ ઉર્વશી ઇચ્છતી નથી કે તેના પર માત્ર એક આઇટમ ગર્લનું લેબલ લાગી જાય. તેથી તે મોટા ભાગની ઓફરો ઠુકરાવી રહી છે. તાજેતરમાં ઇન્દ્રકુમારે પોતાની આગામી ફિલ્મ માટે ઉર્વશીને સાઇન કરી છે. નિર્માતા મહેન્દ્ર ધારીવાલની ‘ભાનુમતી વર્જિન’ની મુખ્ય ભૂમિકા ઉર્વશીની ઝોળીમાં આવી ચૂકી છે. આ ઉપરાંત તે આંતરરાષ્ટ્રીય સ્તરના જાણીતા અમેરિકી રેપર, ગીતકાર, સંગીતકાર મેજર અલી ઉર્ફે બ્રેન્ડન અલી સાથે તેના એક વીડિયો આલબમમાં પણ કામ કરવા જઇ રહી છે, જેને દેશ અને દુનિયાભરમાં રિલીઝ કરાશે. ઉર્વશી કહે છે કે તેઓ મારી સાથે એક મોટા પ્રોજેક્ટમાં કામ કરવા ઇચ્છે છે. અલી ખૂબ જ જલદી ભારત આવશે અને અમે આ કામ શરૂ કરીશું.

http://sambhaavnews.com/

You might also like