સુંદરતા વધારવા માટે આટલી હદ સુધી જાય છે ઉર્વશી, જાણો આ એક્ટ્રેસ પણ છે શામેલ

પોતાની સુંદરતા નિખારવા માટે ‘હેટ સ્ટોરી 4’ ની અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ એક થેરેપીનો સહારો લીધો છે. આ થેરેપીને કપિંગ થેરેપી કહેવામાં આવે છે. આ થેરેપી યુનિક હોવાની સાથે ઘણી દુ:ખદાયક પણ છે. કપિંગ થેરેપી એક પ્રકારની ચાઇનીઝ થેરેપી છે. આજે અનેક હોલિવડ સ્ટાર એવા સેલેબ્સ વિશે જણાવી રહ્યાં છીએ જેઓ પોતાની સ્કિનની ચમક જાળવવા માટે ઘણા વિચિત્ર ટ્રિટમેન્ટ માટે પણ તૈયાર થઈ જાય છે. જેમાંથી અમુક ટ્રિટમેન્ટ ઘણી પીડાદાયક હોય છે.

કંઇક આવી વિચિત્ર અને પીડાકારક છે કપિંગ થેરેપી:

ઉર્વશી રૌતેલા કપિંગ થેરેપી થકી ટ્રિટમેન્ટ લેતી જોવા મળી છે. આ એક રીતે ચાઈનીઝ રિલેક્સેશન થેરેપી છે.

આ થેરેપી દરમિયાન ઘણી પીડા સહન કરવી પડે છે. આ થેરેપીના કારણે શરીરની અંદરનીગંદકી બહાર નીકળી જાય છે અને સ્કિન ટિશ્યૂને ઓક્સિઝન અને બીજા તત્વો ઉંડાણ સુધી આપી આરામ પહોંચાડે છે.

આ થેરેપી ઘણી પીડા આપે છે, જેમાં એક્યૂપંચર સ્પેશિયાલિસ્ટ કૉટનના વાટકાને પહેલા દારૂમાં પલાડે છે. તે પછી તેને આગ ચાપી દેવામાં આવે છે અને આગ ઓલવીને તુંરત સ્કિનપર મુકવામાં આવે છે. આ થેરેપી વીઝે વાનીએ પણ યૂઝ કરી છે.

કિમ કર્દાશિયન:


રિયાલિટી સ્ટાર અને સુપર મૉડલ કિમ કર્દાશિયન સુંદરતા વધારવા માટે ‘પેલ્ટલેટ રિચ પ્લાઝમા થેરેપી’ લે છે. આ થેરેપીમાં વ્યક્તિનું લોહી કાઢી ફરી તેને શરીરમાં ઈન્જેક્ટ કરવામાં આવે છે.

જેનિફર લોપેજ:


સિંગર જેનિફર લોપેજ પોતાના ચેહરા પર ગ્લો જાળવી રાખવા માટે વિચિત્ર ટ્રિટમેન્ટનો સહારો લે છે. તેની સ્કિન ગ્લૉ કરે તે માટે હ્યૂમન પ્લેસેંટા ફેશિયલ કરાવે છે.

વિકટોરિયા બેકહામ:


ફેશન ડિઝાઈનર વિક્ટોરિયા બેકહામ ફેશિયલ બર્ડ પૂ (ચકલીનું મળ) કરાવે છે. જેને કારણે તેમના ચેહરાનો ગ્લો જોવા મળે છે.

હૈલી બેરી:


એક્ટ્રેસ હૈલી બેરી યંગ દેખાવવા માટે કૉફીને બૉડી પર સ્ક્રબ કરે છે. જેનાથી બ્લડ સર્કુલેશન સારું થાય છે.

સ્કારલેટ જોહાનસન:


એક્ટ્રેસ સ્કારલેટ જોહાનસન પોતાની સ્કિનની ઘણી કાળજી રાખે છે. તે પોતાની સ્કિનની સુંદરતા વધારવા માટે સાઈડર સિરકાનો ઉપયોગ કરે છે. આ વાત તેણે જ એક ઈન્ટરવ્યૂમાં જણાવી હતી.

કેટી હોમ્સ:


એક્ટ્રેસ કેટી હોમ્સ પોતાની સ્કિન પર પ્લોસેંટા ક્રિમનો ઉપયોગ કરે છે. પ્લેસેંટા(નાળ) પ્રેગનન્સી દરમિયાન બાળકના પેટ સાથે જોડાયેલી હોય છે. પ્લેસેંટામાં પોષક તત્વોનું પ્રમાણ ઘણું વધારે હોય છે જે સ્કિનને ગ્લો કરવા મદદરૂપ બને છે.

You might also like