‘હેટ સ્ટોરી’ બાદ ઉર્વશીનાં નખરાં વધ્યાં

ઉત્તરાખંડના કોટદ્વારમાં જન્મેલી ઉર્વશી રૌતેલાએ સ્કૂલના દિવસોમાં જ ૧૫ વર્ષની ઉંમરે બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું હતું. ૨૦૧૨માં મિસ યુનિવર્સ કોન્ટેસ્ટ જીત્યા બાદ તેનું સ્થાન અન્ય સુંદરીને આપવામાં આવ્યું, કેમ કે તે હજુ નાની હતી. આખરે ૨૦૧૫માં તે મિસ વર્લ્ડ બની જ ગઇ. તેણે તે પહેલાં જ ‘સિંઘસાહબ ધ ગ્રેટ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી. તે ફિલ્મમાં સની દેઓલ પણ હતો.

૨૦૧૬માં ફિલ્મ ‘સનમ રે’ અને ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’માં પણ તે જોવા મળી અને ગયા વર્ષે ‘કાબિલ’માં જબરદસ્ત આઇટમ નંબર બાદ તેની ઝોળીમાં ‘હેટ સ્ટોરી-૪’ ફિલ્મ આવી. ફિલ્મમાં તેણે ગ્લેમરસ ભૂમિકા ભજવી, તેમાં તેના ઘણા બોલ્ડ સીન પણ હતા. તેના ખાતામાં અત્યાર સુધી કોઇ મોટી હિટ ફિલ્મ નોંધાઇ નથી.


પોતાના કિલર લુક્સ અને શાનદાર ફિગરના કારણે તે હંમેશાં ચર્ચામાં રહે છે અને સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. હાલમાં તે ‘વર્જિન ભાનુપ્રિયા’નું શૂટિંગ કરી રહી છે. તે અમિતાભ બચ્ચન સાથે એક ફિલ્મમાં કામ કરતી હોવાની અટકળો છે. એવું પણ સાંભળવા મળ્યું છે ‘હેટ સ્ટોરી-૪’ બાદ તેનાં નખરાં વધી ચૂક્યાં છે. તેણે પોતાની ફી પણ વધારી દીધી છે.

તાજેતરમાં ‘વર્જિન ભાનુપ્રિયા’ના શૂટિંગ દરમિયાન તેનાં નખરાંના કારણે નિર્માતાઓને લાખોનો ખર્ચ સહન કરવો પડ્યો હતો. મુંબઇમાં ગરમી વધુ હોવાના કારણે તેને વજનદાર લેંઘો પહેરીને શૂટિંગ કરવામાં સમસ્યા થતી હતી. તેથી તે સવારે શૂટિંગ માટે આવી નહીં. નિર્માતાઓએ રાત્રે લાઇટ માટે બે લાખ રૂપિયા ખર્ચવા પડ્યા હતા.

You might also like