દરેક વસ્તુ વિવાદ સાથે ન જોડોઃ ઉર્વશી રોતેલા

ફિલ્મ ‘સિંહ સાહબ ધ ગ્રેટ’થી અભિનય કારકિર્દી શરૂ કરનાર અભિનેત્રી ઉર્વશી રોતેલા હાલમાં આગામી ફિલ્મ ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ને લઇને ચર્ચામાં છે. આ પહેલાં ઉર્વશીએ ‘ભાગ જ્હોની’ અને ‘સનમ રે’ જેવી ફિલ્મો કરી. ફિલ્મ ‘સનમ રે’ સફળ રહી અને તેને બોલિવૂડમાં એક ઓળખ મળી. આ કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેને એક નવી ઓળખ મળી. હવેની ફિલ્મોમાં ઉર્વશી અગાઉની ફિલ્મો કરતાં બિલકુલ અલગ જોવા મળશે. અત્યાર સુધી દર્શકોએ તેનો બોલ્ડ અને ગ્લેમરસ અંદાજ જોયો છે, પરંતુ હવે તે ‘ગ્રાન્ડ મસ્તી’ દ્વારા પોતાની નવી છબી દર્શકો સામે રજૂ કરશે.

પહેલાં તે ફિલ્મ કરવા ઇચ્છતી ન હતી, પરંતુ ફિલ્મના નિર્દેશક ઇન્દ્રકુમારે ઉર્વશીને મુખ્ય પાત્રમાં પસંદ કરી, તેથી તેણે ફિલ્મ પસંદ કરી. ઉર્વશી અગાઉ પણ આ પ્રકારની એડલ્ટ કોમેડી ફિલ્મથી બચતી રહી છે. એડલ્ટ કોમેડીને લઇને તેના મનમાં શંકા હતી, તેથી તે ઇન્દ્રકુમારને પણ નજરઅંદાજ કરતી રહી હતી. ઇન્દ્રકુમારે તેને સમજાવ્યું કે ફિલ્મના જે પાત્ર માટે તેની પસંદગી થઇ છે તે તેના વિચાર મુજબનું નથી. આ ફિલ્મ એડલ્ટ કોમેડી છે, પરંતુ કોઇ પણ સીન એવો નથી કે જેમાં વલ્ગારિટી જોવા મળે. ઇન્દ્રકુમારે ખૂબ જ સમજાવતાં ઉર્વશી ફિલ્મમાં કામ કરવા તૈયાર થઇ. હવે તે ફિલ્મમાં પોતાના પાત્રને લઇને ઉત્સાહિત છે. પોતાની બોલ્ડ તસવીરોને લઇને ઉર્વશી સતત ચર્ચામાં રહે છે. ઉર્વશી કહે છે કે મારે શું પહેરવું, કોની સાથે જવું એ બધું હું બીજાની મરજીથી ન કરી શકું. લોકોને જે વાતો કરવી હોય તે કરે. દરેક વસ્તુને વિવાદો સાથે જોડીને ન જોવી જોઇએ તેવું મારું માનવું છે. •

You might also like