અંગપ્રદર્શન મારા માટે નવી વાત નથીઃ ઉર્વશી

મિસ ઇન્ડિયા યુનિવર્સ ઉપરાંત મિસ ટૂરિઝમ ક્વીન ઓફ ધ યર અને મિસ એશિયન સુપરમોડલનો ખિતાબ જીતી ચૂકેલી મોડલ ઉર્વશી રોતેલા સુંદર તો છે જ, સાથે તે એક્ટિંગ પણ સારી કરી જાણે છે. ‘સિંહ સાહબ ધ ગ્રેટ’માં તેણે અદભુત એક્ટિંગ કરીને બ્યુટી વિથ ધ બ્રેઇનની કહેવત સાચી સાબિત કરી દીધી છે. 1994માં ઉત્તરાખંડના નૈનિતાલમાં જન્મેલી ઉર્વશી ભરતનાટ્યમ્, કથક, જૈજ, હિપ હોપ અને બેલી ડાન્સમાં પારંગત છે. તે બાસ્કેટબોલમાં રાષ્ટ્રીય સ્તરની ખેલાડી રહી ચૂકી છે. તે પહેલાં એન્જિનિયર બનવા ઇચ્છતી હતી. તેણે આઇઆઇટીની પરીક્ષા પણ આપી હતી, પરંતુ 17 વર્ષની ઉંમરે સૌંદર્ય પ્રતિસ્પર્ધામાં ભાગ લેવાની સાથે તેનું એ સપનું તૂટી ગયું, જોકે તેના સપનાને ઊંચી ઉડાન ભરવા માટે પાંખો મળી ગઇ. તે વર્ષ 2012માં મિસ યુનિવર્સ ઇન્ડિયા અને ચીનમાં આયોજિત સ્પર્ધામાં મિસ ટૂરિઝમ ક્વીન તરીકે પસંદ થઇ. તે હની સિંહ સાથે લવડોઝ આલબમમાં કામ પણ કરી ચૂકી છે.

ઉર્વશી હવે ‘સનમ રે’ ફિલ્મમાં જોવા મળશે. તે કહે છે કે આ ફિલ્મનું નિર્માણ ટી સિરીઝે કર્યું છે જ્યારે ‘યારિયા’ જેવી લો બજેટની સુપરહિટ ફિલ્મ આપનાર દિવ્યા કુમાર ખોસલા તેની ડિરેક્ટર છે. વેલેન્ટાઇન ડે પર રિલીઝ થનારી આ ફિલ્મ એક મ્યુઝિકલ લવસ્ટોરી છે, તેમાં મારી સાથે પુલકિત સમ્રાટ અને યામી ગૌતમ પણ છે, જ્યારે ઋષિ કપૂર પહેલી વાર ફિલ્મમાં 80 વર્ષની વૃદ્ધ વ્યક્તિનો રોલ ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં ઉર્વશી બિકિની પહેરેલી જોવા મળશે. તે કહે છે ફિલ્મના ગીતની ડિમાન્ડ પર મેં તે કર્યું છે. અંગપ્રદર્શન મારા માટે નવી વાત નથી, પરંતુ તે પાત્રની ડિમાન્ડ હોવી જોઇએ. •

You might also like