સારું ફિગર મેળવવા ખૂબ મહેનત કરીઃ ઉર્વશી

બે વખત મિસ યુનિવર્સ રહી ચૂકેલી મોડલ અને અભિનેત્રી ઉર્વશી રૌતેલાની પહેલી ફિલ્મ સની દેઓલ સાથે ‘સિંહ સાહિબ ધ ગ્રેટ’ હતી, પરંતુ તે સમયે કોઈએ તેને વધુ નોટિસ ન કરી. તેણે બીજી ફિલ્મ ‘સનમ રે’ પણ કરી. આ ફિલ્મમાં પૂર્વ મિસ ઇન્ડિયાએ તેનું બિકિની બોડી પણ દર્શાવ્યું. તેણે ઇન્ટીમેટ સીન પણ આપ્યા. આ અંગે વાત કરતાં તે કહે છે કે હું એક બ્યુટી ક્વીન છું. દરેક વ્યક્તિ બિકિની પહેરી ન શકે, કેમ કે તે પહેરવા માટે તમારું બોડી કર્વી હોવું ખૂબ જરૂરી છે. તમે ફિટ હોવાં જોઇએ, નહીંતર તમે સાવ ભદ્દાં લાગો છો. મેં સારું ફિગર મેળવવા માટે નાનપણથી જ પ્રયત્ન શરૂ કરી દીધા હતા. મેં આ માટે ખૂબ મહેનત કરી છે. હું અત્યાર સુધી ઘણાં બ્યુટી ટાઇટલ્સ જીતી ચૂકી છું. હું મારા કામને લઇને હંમેશાં સિરિયસ રહું છું.

ઇન્ટીમેટ સીન અંગે વાત કરતાં ઉર્વશી કહે છે કે જો રોલની ડિમાન્ડ હોય તો મને ઇન્ટીમેટ સીન કરવામાં કંઇ જ વાંધો નથી. હું કોઇ પણ પ્રકારના રોલ કરવા તૈયાર છું. તે કહે છે કે સુંદર હોવાથી પણ કંઇ જ થતું નથી. તમારામાં ટેલેન્ટ હોવી જોઇએ. એક્ટિંેગ સ્કિલ હોવી જોઇએ, નહીંતર તમને ફેંકાઇ જતાં વાર લાગતી નથી. ઐશ્વર્યા, પ્રિયંકા, લારા જેવી મિસ ઇન્ડિયા બનેલી સુંદરીઓને સારી ફિલ્મો મળી અને તેમણે મોકાનો ફાયદો ઉઠાવીને પોતાની પ્રતિભા સાબિત પણ કરી. ટેલેન્ટની સાથે મોકો મળવો પણ જરૂરી છે.•

You might also like