ઉર્વશીના નામે વધુ એક ખિતાબ

મિસ યુનિવર્સ ઇન્ડિયાનો ખિતાબ પોતાના નામે કરી બે વર્ષમાં જ પોતાની અદાઅોથી લાખો લોકોને દીવાના બનાવનાર ઉર્વશીઅે વધુ એક ખિતાબ પોતાના નામે કરી દીધો છે. ઉર્વશી ટીસી કેલેન્ડર પોલ દ્વારા જાહેર કરાયેલી ૧૦૦ મોસ્ટ બ્યુટીફુલ મહિલાઅોની યાદીમાં સામેલ થઈ છે. અા પહેલાં અા ખિતાબ અૈશ્વર્યા રાય બચ્ચનને મળ્યો હતો. અા યાદીમાં ૪૦ દેશની ૧૦૦ સુંદરીને સામેલ કરાય છે. ખાસ વાત અે છે કે તેણે અનેક ઇન્ટરનેશનલ સેલિબ્રિટીને પછાડીને અા સ્થાન મેળવ્યું છે.

ઉર્વશીઅે જણાવ્યું કે જ્યારે મને અા ખિતાબ મળવાની જાણકારી થઈ તો થોડીવાર માટે અાશ્ચર્યચકિત થઈ ગઈ. મને ગર્વની અનુભૂતિ થઈ. અા પ્રકારની અાંતરરાષ્ટ્રીય યાદીમાં અાપણા દેશનું પ્રતિનિ‌િધત્વ કરવું મારા માટે સન્માનની વાત છે. હું ખુશ છું કે ગત વર્ષ મારા માટે સારું રહ્યું. અા વર્ષ પણ સારું જાય તેવી અાશા છે. મારી પાસે ઘણા બધા પ્રોજેક્ટ છે. અાશા છે કે લોકોને મારી એક્ટિંગ ગમશે.

ઉર્વશીના નામે અનેક ખિતાબ નોંધાઈ ચૂક્યા છે. મિસ યુનિવર્સ ઇન્ડિયા ઉપરાંત મિસ ‌િદવા, મિસ એશિયન સુપરમોડલ, ઇન્ડિયન પ્રિન્સેસ, મિસ ટૂરિઝમ ક્વીન અોફ ધ યર, મિસ ટીન ઇન્ડિયા સામેલ છે. ગયા વર્ષે તે ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ થનારી સુંદરી પણ રહી. ટાઈમ્સ મોર િડઝાયરેબલ વુમન-૨૦૧૬ની યાદીમાં પણ તેણે સ્થાન બનાવ્યું.

http://sambhaavnews.com/

You might also like