ઉર્મિલાની ફરીથી ફિલ્મોમાં વાપસી, ‘બેવફા બ્યૂટી..’આઈટમ સોંગમાં કમર ઠુમકાવી

90ના દાયકાની ટૉપની અભિનેત્રી ઉર્મિલા માર્તોડકરે ‘બ્લેકમેલ’ થી કમબેક કરી દર્શકોને મોહી લીધા છે. લગભગ 10 વર્ષ બાદ ફિલ્મોમાં પાછી ફરેલ ‘છમ્મા છમ્મા ગર્લ’ ઉર્મિલાના ઠુમકા ફરીથી ચર્ચામાં છે.

ઉર્મિલાની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. ટ્વિટર પર લોકો આ ગીતને શેર કરી રહ્યા છે. અભિનેતા ઈરફાન ખાનની અપકમિંગ ફિલ્મ ‘બ્લેકમેલ’ માં ‘બેવફા બ્યૂટી..’ નામના આઈટમ સોંગથી ઉર્મિલાએ ફિલ્મોમાં વાપસી કરી છે. ઉર્મિલાના ચાહકો તેને ફરીથી પર્દે જોઈને ખુશ થઈ ગયા છે અને તેને લઈને ટ્વિટ તથા આ વીડિયો પણ શેર કરી રહ્યા છે.

You might also like