Categories: Business

ઉર્જિત પટેલઃ મૌદ્રિક નીતિના માસ્ટર

નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકારની કાર્યશૈલી વિશે પરંપરાગત દૃષ્ટિએ વિચારનારા બધા લોકો ફરી એક વાર ખોટા પડ્યા છે, રિઝર્વ બેંકના ગવર્નર પદે સરકારે ઉર્જિત પટેલની નિયુક્તિ કરી છે. પસંદગી માટે સરકારે નક્કી કરેલાં પાંચ નામોની પેનલમાં ઉર્જિત પટેલનું નામ અવશ્ય હતું પરંતુ તેમના સિવાય બાકીનાં ચાર નામો વિશે જ વધુ ચર્ચા અને અનુમાન થતાં હતાં, તેમાંથી કોણ વડા પ્રધાનની અને નાણાપ્રધાનની વધુ નિકટ છે અને શા માટે નિકટ છે તેની દલીલો પણ ચાલતી રહી. રિઝર્વ બેંકના ગવર્નરની પસંદગીમાં સરકાર રાજરમત ખેલી રહી હોવાના આરોપો સાથે થતી ચર્ચાની વચ્ચે જ્યારે ઉર્જિત પટેલનું નામ જાહેર થયું ત્યારે સરકારની ટીકા માટે સદા સર્વદા તત્પર રહેતા પંડિતો મૌન હતા અને કોર્પોરેટ, બેંકિંગ તેમજ આર્થિક ક્ષેત્રના નિષ્ણાતો સરકારની પસંદગીને આવકાર આપી રહ્યા હતા.

ટીકાકારોએ નવનિયુક્ત ગવર્નરના પટેલ હોવાના અને તેના ગુજરાતી કનેક્શનનો આધાર લીધો છે, પણ આવી વાતો કરનારા બધા જૂઠા છે. સરકારે પસંદગી માટે મેરિટને પ્રાધાન્ય આપ્યું છે. ઉર્જિત પટેલ મૌદ્રિક નીતિના અને મૌદ્રિક અર્થશાસ્ત્રના માસ્ટર છે, આ ક્ષેત્રનો લાંબો અનુભવ ધરાવે છે. રિઝર્વ બેંકના ગવર્નર માટે મૌદ્રિક (મોનેટરી) અર્થશાસ્ત્રની જાણકારી સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે. રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર તરીકે તેઓ મૌદ્રિક નીતિની જવાબદારી સંભાળતા હતા. ગવર્નરની પસંદગી માટેની પેનલનાં બાકીનાં નામો સુબિર ગોકર્ણ, અરવિંદ પનગઢિયા, અરવિંદ સુબ્રહ્મણ્યમ વગેરેમાંથી કોઈ મૌદ્રિક નીતિનો અનુભવ ધરાવતા ન હતા. માત્ર ને માત્ર એટલા માટે જ બાકીના બધા સંભવિત દાવેદારોની બાદબાકી થઈ ગઈ.

રઘુરામ રાજનની વિદાય સુનિશ્ચિત થઈ ગઈ ત્યારે આ પદ માટે તેમના જેવા લાયક અને નિષ્ણાત કોઈ નહીં મળે એવી દલીલ સાથે સરકારની ટીકા અને રાજનનાં પ્રશસ્તિગાન કરનારાઓએ હવે સ્વીકારવી પડે એવી હકીકત એ છે કે ઉર્જિત રાજનની નિકટની વ્યક્તિ છે. બંનેએ આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (આઈએમએફ)માં સાથે કામ કર્યું છે. મોંઘવારીને ટાર્ગેટ કરવાની રઘુરામ રાજનની નીતિમાં ઉર્જિતનો જ હાથ રહ્યો છે. તેઓ ઇકોનોમિક પૉલિસી રિસર્ચ, ડિપોઝિટ ઇન્સ્યોરન્સ, આરટીઆઈ જેવી બાબતોમાં આરબીઆઈનું નેતૃત્વ કરતાં રહ્યા છે. જાન્યુઆરી ૨૦૧૩માં તેઓ રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નરપદે નિયુક્ત થયા હતા અને જાન્યુઆરી ૨૦૧૬માં તેમને એક્સટેન્શન અપાયું હતું.

રઘુરામ રાજન રિઝર્વ બેંકના ગવર્નર બન્યા તેના પહેલા જ દિવસે તેમણે ઉર્જિત પટેલના વડપણ હેઠળ મોનેટરી પૉલિસીની સમીક્ષા માટે એક સમિતિની રચના કરી હતી. ઉર્જિત પટેલ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએટ થયા પછી ઓક્સફર્ડમાં એમ.ફીલ અને યેલ યુનિવર્સિટીમાં પીએચ.ડી થયા છે. રિઝર્વ બેંકમાં ભલે તેઓ ૨૦૧૩માં જોડાયા હોય પણ ભારત સરકાર સાથે આર્થિક બાબતોમાં તેઓ વર્ષોથી જોડાયેલા રહ્યા છે.

ઉર્જિત પટેલે મોનેટરી પૉલિસી રિફોર્મ અંગેની સમિતિના વડા તરીકે ફેબ્રુઆરી-૨૦૧૪માં સરકારને એક અહેવાલ સુપરત કર્યો હતો. તેમાં તેમણે રિટેલ ફુગાવાના દરને ચાર ટકાની સપાટીએ (તેમાં બે ટકા સુધીના વધારા-ઘટાડાની સંભાવના સાથે) સ્થિર કરવાની ભલામણ કરી હતી. સરકારે ૨૦૧૫માં આ ભલામણો સ્વીકારી અને ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં સરકારે ૨૦૨૧ સુધી પાંચ વર્ષ માટે રિટેલ ફુગાવાના આ દરને એ સપાટીએ નિયંત્રિત કરવાનું લક્ષ્ય અપનાવ્યું છે. આમ, રિટેલ ફુગાવાના દરના નિયંત્રણની નીતિના ઉર્જિત પટેલ ઘડવૈયા છે. એમની નિયુક્તિની જાહેરાત સાથે જ સૌપ્રથમ પ્રત્યાઘાત એવા રહ્યા છે કે તેઓ રઘુરામ રાજનની નીતિને આગળ ધપાવશે. નીતિગત સ્તરે આ સાતત્યને જાળવી રાખવાનું જરૂરી પણ છે.

તેઓ ચોથી સપ્ટેમ્બરે પદભાર સંભાળશે અને તેના બરાબર એક માસ પછી ચોથી ઓક્ટોબરે તેમણે રિઝર્વ બેંકની મૌદ્રિક નીતિની ત્રિમાસિક સમીક્ષા કરવાની આવશે. પદગ્રહણ પછીનો તેમની સમક્ષનો સૌથી મોટો પડકાર સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીમાં એફસીએનઆરના ૨૦ અબજ ડૉલરની ચુકવણીનો છે. રૂપિયાના મૂલ્યને બહુ અસર ન થાય એ રીતે આ કામગીરી સંપન્ન કરવામાં તેમની કસોટી થવાની છે.

divyesh

Recent Posts

Vibrant Gujarat: એક અનોખુ મોડલ, ઘર બેઠા મળશે 50 ટકા સસ્તા ફળ, 10 હજારને મળશે રોજગારી

અમદાવાદમાં રહેનારાઓ માટે આવ્યાં છે ખુશખબર. જો તમે ઓછી કિંમતમાં તાજા ફળ ખાવા ઇચ્છો છો તો તમારી આ ઇચ્છા જલ્દીથી…

15 hours ago

રખિયાલમાંથી બાળકીનું અપહરણઃ આરોપી ગણતરીની મિનિટોમાં પકડાયો

અમદાવાદ: શહેરના રખિયાલ વિસ્તારમાં ગઇ કાલે મોડી રાત્રે બે વર્ષની બાળકીનું અપહરણ કરીને એક પરપ્રાંતીય યુવક ફરાર થઇ જતાં સમગ્ર…

16 hours ago

રાહુલ ગાંધી 15મી ફેબ્રુઆરી આસપાસ ગુજરાત આવે તેવી શક્યતા

અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.૧પ ફેબ્રુઆરીની આસપાસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવે તેવી શકયતા છે. જો…

16 hours ago

આજે અંબાજીનો પ્રાગટ્ય મહોત્સવ: ઘેર ઘેર દીવા પ્રગટાવી વધામણાં

અમદાવાદ: આજે પોષી પૂનમ છે હિંદુ પંચાંગ અનુસાર બાર મહિનાની પૂનમમાં પોષ માસની પૂર્ણિમા વિશેષ મહત્ત્વની છે. સોમવારે કર્ક રાશિનો…

16 hours ago

ભારે ધસારાના પગલે ફ્લાવર શોની મુદત ચાર દિવસ લંબાવાય તેવી શક્યતા

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાતમા ફ્લાવર શોનું ગત તા.૧૬ જાન્યુઆરીથી આયોજન કરાયું છે. આ વખતે પુખ્તો…

16 hours ago

પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી

નવી દિલ્હી: રૂ.૧૩,પ૦૦ કરોડના પીએનબી કૌભાંડમાં સરકાર માટે માઠા સમાચાર છે. આ કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી…

16 hours ago