રિઝર્વ બેંકના નવા ગર્વનર તરીકે ઉર્જિત પટેલની પસંદગી કરાઇ, 4 સપ્ટેમ્બરના રોજ સંભાળશે કમાન

નવી દિલ્હી: ઉર્જિત. આર. પટેલ ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)ના નવા ગર્વનર નિમવામાં આવ્યા છે. તે બેંકના 24મા ગર્વનર હશે. વર્તમાન ગર્વનર રધુરામ રાજન બાદ તે આ પદને સંભાળશે. રાજનનો કાર્યકાળ ચાર સપ્ટેમ્બરન રોજ પુરો થાય છે. 52 વર્ષના ઉર્જિત પટેલ જાણીત અર્થશાસ્ત્રી, બેંકર અને સલાહકાર છે.

હાલમાં તે રિઝર્વ બેંકના ઉપગવર્નર છે અને મુખ્યત્વે નાણાકીય નીતિની જવાબદારીને સંભાળે છે. ઉર્જિત પટેલ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી એમ.ફિલ છે. રાજન અને પટેલ વોશિંગ્ટનમાં આંતરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ)માં સાથે કામ કરી ચૂક્યા છે. ઉર્જિત પતેલ રજનના અંગત ગણવામાં આવે છે.

જો કે ઉર્જિત પટેલ રાજન પહેલાં રિઝર્વ બેંકમાં આવ્યા હતા. રિઝર્વ બેંકમાં આવ્યા બાદ રાજને જ્યારે 2013માં નાણાકિય નિતિના માટે સમિતિ રચી હતી, ત્યારે તેમણે આ સમિતિના અધ્યક્ષ ઉર્જિત પટેલને બનાવ્યા હત. રિઝર્વ બેંકમાં ઉર્જિત પટેલની સેવાને વિસ્તાર આપતાં આ વર્ષે જાન્યુઆરીમાં તેમને આગામી ત્રણ વર્ષ માટે નિમવામાં આવ્યા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે ઉર્જિત પટેલ લો પ્રોફાઇલવાળા વ્યક્તિ છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઉર્જિત પટેલ તે લોકોની આશા પર ખરા ઉતરશે જે લોકો હાઉસિંગ લોનમાં વ્યાજ ઓછી થવાની આશા લગાવી રહ્યાં છે.

ઉર્જિત પટેલના કાર્યકાળમાં કઇ યોજનાઓ પર રહેશે નજર?
1.મોંધવારી ઓછી કરવા પર ફોકસ, 2017 સુધી મોંધવારી દરને 4 તકા સુધી લાવવો. 2013મં જ્યારે રધુરાજને કાર્યભાર સંભાળ્યો હતો ત્યરે રિટેલ મોંધવારી દર 9.52 ટકા હતો. જે એપ્રિલ 2016માં ઘટીને 5.24 ટકા પર આવી ગયો.
2.એનપીએ કંટ્રોલ કરવું. તેમાં વિલફૂટ ડિલ્ફોટર પર સખતાઇ કરતાં લોન રિકવરીને સરળ બનવવાનું સામેલ છે.
3. સ્પેશલાઇઝ્ડ બેંકોની જરૂરિયાત, એટલે કે ઓન ડિમાન્ડ બેંક સર્વિસ.
4. ઓન ડિમાંડ બેંક ખોલવાની સિસ્ટમ ડેવલોપ કરવી.
5. બેંકોની સંખ્યા 8-10 કરવાની યોજના. થોડા દિવસો પહેલાં જ એબીઆઇએ પોતાના એસોસિએટ બેંકોનું વિલિનિકરણ કર્યું છે.

You might also like