લાલુ યાદવે ગણાવ્યા પેશાબનાં ફાયદા : ગણાવ્યુ ડેટોલ કરતા વધારે કારગત

નવી દિલ્હી : પોતાનાં તડને ફડના અંદાજનાં કારણે ખુબ ચર્ચામાં રહેતા બિહારનાં પુર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ યાદવે સોમવારે પેશાબનાં ફાયદા ગણાવ્યા હતા. પેશાબને ડેટોલ કરતા પણ વધારે કારગત ગણાવ્યો હતો. લાલુએ કહ્યું કે પેશાબનાં ઘણા ફાયદાઓ છે, પરંતુ લોકોને તેનાં ફાયદા અંગે ખ્યાલ નથી હોતો. લાલુએ એક પત્રકાર પરિષદ દરમિયાન પોતાનાં જુના દિવસોને યાદ કરતા કહ્યું કે જો તમારા પગમાં ઘા વાગ્યો હોય અને લોહી બંધ ન થઇ રહ્યું હોય અને જો લોઇ બંધ ન થઇ રહ્યું હોય તો શું કરવું જોઇએ ? અમે લોકો તુરંત જ ડેટોલથી તે ઘાને ધોઇ નાખતા જેથી ઘા જંતુ રહીત તો થઇ જતો પરંતુ લોહી પણ બંધ થઇ જતું. અને તે ડેટોલ એટલે પેશાબ.
લાલુએ પેશાબને કામની વસ્તુ જણાવતા આગળ કહ્યું કે જ્યાં પણ ઙઘા વાગ્યો હોય અમે લોકો તુરંત તેના પર પેશાબ કરી દેતા હતા. કોઇ કીટાણું બચી શકે જ નહી. પેશાબ કોઇ સાધારણ વસ્તુ નથી. પેશાબનો અન્ય એક ઉપયોગ જણાવતા લાલુએ કહ્યું કે હાથ પર જો કોઇ ઘા વાગ્યો હોય તો પેશાબમાં તેને તુરંત જ ભરવાની ક્ષમતા છે. જો કે આ વાતની જાણકારી હજી સુધી લોકો પાસે નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતનાં પુર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇ જ્યારે પોતાનાં અમેરિકાનાં પ્રવાસે હતા તે દરમિયા તેઓએ પોતે સવારનો પહેલો પેશાબ પીતા હોવાની વાત કરીને ભાતર અને અમેરિકાનાં મીડિયાને ચોંકાવી દીધું હતું. તેમણે દાવો કર્યો હતો કે સવારે ઉઠીને પહેલું આવતું પેશાબ તેઓ પી જાય છે.

You might also like