ઉરી હુમલામાં વધુ એક ઇજાગ્રસ્ત જવાનની શહાદત

નવી દિલ્હીઃ જમ્મુ કશ્મીરના ઉરીમાં સૈન્ય છાવણી પર થયેલા હુમલામાં ઇજાગ્રસ્ત જવાનોમાંથી એક જવાન શહીદ થયો છે. ઉરી હુમલામાં શહીદ થયેલા બિહાર રેજિમેન્ટની છઠ્ઠી બટાલિયનના નાયક રાજકિશોર સિંહે આજે સવારે દિલ્હી મિલેટ્રી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જવાનના પગમાં અને છાતીમાં ગોળી વાગી હતી.વધુ એક જવાનની શહાદથી શહિજ જવાનોની સંખ્યા 19 થઇ ગઇ છે. આતંકી હુમલામાં 25થી વધારે જવાનો ઇજાગ્રસ્ત થયા હતા.

ભારતીય જવાનોએ પાકિસ્તાનમાં જઇને આતંકવાદીઓને માર્યા ત્યાં બીજી બાજુ શહિદ રાજ કિશોરસિંહે હસ્તા મોઠે દેશ માટે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરી દીધા છે. ત્રણ ભાઇઓમાં સૌથી મોટા રાજ કિશોરનો આખો પરિવાર સેનામાં છે. પિતા સાથે તેમના બે ભાઇઓ અને તેમના કાકા પણ દેશ માટે પ્રાણ ન્યોચ્છાવર કરી ચૂક્યાં છે. પરિવારના સભ્યોએ દેશમાં શહાદત વહોંરી છે. ત્યારે રાજકિશોરના બંને પુત્રો પણ પિતા અને પરિવારના અન્ય સભ્યોની જેમ સેનામાં જઇ દેશના દુશ્મનો સામે લડવા માંગે છે.

ગઇ કાલે સર્જિકલ સ્ટ્રાઇકના સમાચાર મળતા જ રાજકિશોરનો પરિવાર ખુશ થઇ ગયો હતો. ત્યારે રાજકિશોરની મોતાના સમાચરે પરિવારમાં શોક ફેલાઇ ગયો છે. પરિવારના સભ્યો હાલ રાજકિશોરના પાર્થિવ દેહની રાહ જોઇ રહ્યાં છે. જીવતા જીવ તો રાજકિશોરની પત્ની પોતાના પતિને  ન જોઇ શકી પરંતુ પતિના મૃત્યુ બાદ તે તેના પાર્થિવ દેહની રાહ જોઇ રહી છે. આવતી કાલે રાજકિશોરના પાર્થિવદેહને તેના વતને લઇ જવામાં આવશે. જ્યાં રાજકિય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

You might also like