પાકિસ્તાને હૂમલામાં હાથ હોવાની કરી મનાઇ માંગ્યા પુરાવા

ઇસ્લામાબાદ : પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં ઉડી સેક્ટરમાં થયેલા આતંકવાહી હૂમલામાં પોતાનો હાથ હોવા અંગેના સમાચારોને ફગાવી દીધા છે. તેમનું કહેવું છે કે આ મુદ્દે તપાસ કર્યા વગર જ તેનું નામ ઘસડવામાં આવી રહ્યું છે. જો કે જવાબી કાર્યવાહીમાં મરેલા આતંકવાદીઓ પાસેથી ઘણી એવી વસ્તુઓ મળી જે અંગે પાકિસ્તાનનું માર્કિંગ છે. જે સીધી રીતે પાકિસ્તાનની સંડોવણી તરફ ઇશારો કરે છે. આ હૂમલામાં સેનાનાં 17 જવાન શહીદ થઇ ગયા.

હૂમલામાં પોતાના દેશનું નામ સામે આવ્યા બાદ તેનો ઇન્કાર કરતા પાકિસ્તાનનાં વિદેશ વિભાગનાં પ્રવક્તા નફીસ જકારિયાએ રવિવારે કહ્યું કે, ભારત કોઇ તપાસ કર્યા વગર જ પાકિસ્તાન પર દોષનો ટોપલો ચડાવી દે છે. અમે આ દોષનું પણ ખંડન કરીએ છીએ. જકારિયાની આ પ્રતિક્રિયા ગૃહમંત્રીનાં તે નિવેદન પર હતી જેમાં રાજનાથે હૂમલા બાદ પાકિસ્તાન પર ઉકળાટ ઠાલવ્યો હતો. પાકિસ્તાનને આતંકવાદી દેશ ગણાવ્યો હતો.

રાજનાથે કહ્યું હતું કે, પાકિસ્તાન એક આતંકવાદી દેશ છે અને તેની ઓળખ કરીને તેને એકલો પાડી દેવાની જરૂર છે. તેના મજબુત પુરાવાઓ છે કે ઉડી હૂમલો કરનાર આતંકવાદીઓ ઉચ્ચ પ્રશિક્ષિત અને ખાસ હથિયારોથી લેસ હતા. હું તે બાબતથી ખુબ જ નિરાશ છું કે પાકિસ્તાન આતંકવાદ અને આતંકવાદી સંગઠનોને સતત મદદ કરી રહ્યું છે.

બીજી તરફ પાકિસ્તાની સેનાએ પણ હૂમલામાં પાકિસ્તાનનો હાથ હોવા અંગેના સમાચારો ફગાવી દીધા છે. ઇન્ટર સર્વિસિઝ પબ્લિક રિલેશન્સે આ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આઇએસપીઆ સૈદ્ધાંતીક રીતે પાકિસ્તાની સેનાનું મિલેટરી મીડિયા બ્રાંડ છે જે મિલેટ્રી અંગેના સમાચારોનું પ્રસારણ કરે છે.

નિવેદનમાં કહેવાયું કે પાકિસ્તાન પોતાની જમીન પર ઘુસણકોરી નથી કરવા દેતું કારણ કે લાઇન ઓફ કંટ્રોલ પર સુરક્ષા વ્યવસ્થા બંન્ને તરફથી કડક છે.

You might also like