શહીદ રાકેશની પત્નીઅે કહ્યું, મોદીજી, પાક.નું નામ નક્શામાંથી જ મિટાવી દો

નવી દિલ્હી: ઉરી હુમલામાં શહીદ થયેલા રાકેશકુમારની પત્ની કિરણે પીએમને સંબોધીને કહ્યું કે, મોદીજી પાકિસ્તાનનું નામ નક્શામાંથી મિટાવી દો. કેમુરના નૂઅાવના બડ્ઢા ગામમાં પોતાના પતિની લાશનાં અંતિમ દર્શન બાદ કિરણે પોતાના અાંસુ લૂછતાં એક વિધવા નહીં પરંતુ વીરાંગના તરીકે વડા પ્રધાનને અા શબ્દો કહ્યા.

કિરણે કહ્યું કે પીએમઅે પાકિસ્તાન વિરુદ્ધ એવી કાર્યવાહી કરવી જોઈઅે કે કોઈપણ સૈનિક પરિવારે અાવા દિવસો ન જોવા પડે. અા પહેલાં શહીદ રાકેશની લાશ મંગળવારે તેના પૈતૃક ગામ લવાઈ તો અંતિમ દર્શન માટે અાખું કેમુર ઊમટી પડ્યું.  તેમની લાશ ગામના મધ્ય વિદ્યાલય પરિષદમાં રાખવામાં અાવી. જ્યાં શસ્ત્રોની સલામી અને અન્ય જરૂરી કાર્યવાહી પૂરી કર્યા બાદ અંતિમ સંસ્કાર માટે બક્સર લઈ જવાયા. લાશ જ્યારે ગામમાં પહોંચી ત્યારે પરિવારજનોના ચિત્કારથી સમગ્ર માહોલ ગમગીન બની ગયો. સાથી જવાન પણ પોતાનામ અાંસુ રોકી શકતા ન હતા.

શહીદની વીરાંગના પત્ની કિરણ ત્યાં પહોંચતાં જ શોકનો માહોલ વીરતા અને દેશભક્તિથી અોતપ્રોત થઈ ગયો. કિરણે પોતાનાં પતિનાં અંતિમ દર્શન બાદ તેને સલામી અાપી. શહીદની રડતી માતાને કહ્યું કે મમ્મી તમે રડશો તો અમે કમજોર પડી જઈશું. એક વર્ષના પુત્ર હર્ષને તેને કહ્યું કે પપ્પા પર ફૂલ ચઢાવી દો.

કિરણના બહાદુરીભર્યા શબ્દો સાંભળીને સૈનિકો પણ અાશ્ચર્યચકિત થઈ ગયા. ત્યાં હાજર યુવાનો પાકિસ્તાન મુર્દાબાદ અને પાકિસ્તાનને નાબૂદ કરોના નારા લગાવવા લાગ્યા. ઘરની વહુની હિંમત જોઈને શહીદનાં માતા પિતા પણ શોકમાંથી બહાર નીકળ્યાં અને પાકિસ્તાનને સબક શીખવાડવાની વાત કરી. મા સમુદ્રી દેવીઅે સૈનાના જવાનોને કહ્યું કે તેના પુત્રના મોતનો બદલો જરૂર લેજો. તેમને છોડશો નહીં. પિતા હરિહર પુસ્વાઅે કહ્યું કે તમે સરકાર સુધી અમારો સંદેશ પહોંચાડી દો. પાકિસ્તાન પર કાર્યવાહી નહીં થાય તો અમે અામરણ અનશન પર બેસીશું. શહીદના પરિવારજનોનાં અા વાક્યથી સમગ્ર માહોલ દેશભક્તિથી અોતપ્રોત થઈ ગયો. લોકો વારંવાર કિરણની હિંમતને દાદ અાપી રહ્યા હતા.

પૂર્વ સૈનિકે કહ્યુંઃ ‘પાક. પર કાર્યવાહી નહીં કરાય તો ઉરી સુધી કાઢીશું તિરંગા યાત્રા’
ઉરી હુમલામાં સેનાના જવાનો શહીદ થતાં દુખી થયેલા પૂર્વ સૈનિકોએ પાક. પર કાર્યવાહી કરવાની માગણી કરી છે. કુલ ૨૪૦૦ સભ્યવાળી હિમાચલ પ્રદેશ પૂર્વ સૈનિક કલ્યાણ સમિતિએ બેઠકમાં નિર્ણય લીધો છે કે આતંકી હુમલા માટે જવાબદાર પાકિસ્તાન પર કાર્યવાહી નહીં થાય તો પૂર્વ સૈનિકો ઉરી સુધી તિરંગા યાત્રા કાઢશે.

સમિતિના પ્રદેશ અધ્યક્ષ સુબેદાર પ્રકાશચંદે કહ્યું કે લાચારીની વાતો કરીને દુશ્મન આતંકવાદનો નગ્ન નાચ નાચી રહ્યા છે. ભારત સરકારે આ હુમલા બાદ પાકિસ્તાનને સખત જવાબ આપવો જોઈએ. તેમણે કહ્યું કે જો પડોશી મિત્રતા કરવા ઈચ્છતું ન હોય તો તેનો સફાયો કરવો જોઈએ. તેમણે વડા પ્રધાનને કહ્યું કે પાકિસ્તાન અમારી ધીરજ જોતાં ગીધ બનીને આવી રહ્યું છે. ચોરીછૂપી ભારત પર હુમલો કરીને અમારા જવાનોને મારી રહ્યું છે. ભારત સરકાર તમાશો જુઓ છે.

You might also like