ઉરી હુમલોઃ ‘ઘર કા ભેદી લંકા ઢાઅે?’ આતંકીઓને જાણભેદુએ મદદ કરી હોવાની આશંકા

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના ઉરીમાં થયેલા અાતંકી હુમલામાં ૧૮ સૈનિકો શહીદ થયા બાદ ભારતીય સેના અને અન્ય તપાસ એજન્સીઅોઅે ઘટનાના ઊંડાણમાં જવાનું શરૂ કરી દીધું છે. એનઅાઈઅેના અધિકારીઅો ૧૧ લોકલ દુકાનદારો સહિત એક મોબાઈલ રિટેલરની તપાસ કરી રહ્યા છે. એવી શંકા છે કે કોઈ લોકલ રિટેલરે અાતંકવાદીઅોને સિમ વેચ્યું હતું.

તપાસ અેજન્સીઅોને એ વાત ખટકી રહી છે કે ગયા શનિવારે મોબાઈલ રિટેલરે ત્રણ કલાક મોડા સુધી દુકાન ખુલ્લી શા માટે રાખી. કેમ્પની અંદરની દુકાનો બંધ થવાનો સમય સાંજે સાડા છ વાગ્યાનો છે, છતાં પણ કોઈ પણ હેતુથી દુકાન મોડા સુધી શા માટે ખુલ્લી રહી. તપાસનો એન્ગલ હવે અા દિશામાં ગયો છે.

એક ઉચ્ચ અધિકારીઅે જણાવ્યું કે સંબંધિત દુકાનદારે તે સમયે લગભગ રાત્રે ૧૦ વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખી, જે ખૂબ જ અટપટુ છે. જે ૧૧ લોકોની પૂછપરછ થવાની છે. તેઅો પણ દુકાનદાર છે, જે અાર્મી યુનિફોર્મ અને રોજિંદો સામાન રાખે છે. અાઈઅેનઅે કેટલાક એવા દુકાનદારોની પૂછપરછ પણ કરશે, જે અાસપાસમાં મોબાઈલ એસેસરીઝ પણ વેચે છે.

૧૫ સપ્ટેમ્બરે ઇન્ટેલિજન્સ એજન્સીઅોઅે અાર્મીને ૮ લશ્કર-એ-તોઇબા અાતંકીઅોના સમૂહ એલઅોસીની નજીક ભારતમાં ઘૂસણખોરીની ફિરાકમાં છે તે બાબતે સાવધાન પણ કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ અાતંકીઅોને અે પણ જાણ હતી કે કેમ્પની અંદર બ્રિગેડ કમાન્ડરની અોફિસ અને કાર્યાલય કઈ જગ્યાઅે અાવેલાં છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અાતંકીઅોઅે એલઅોસીથી સુખદર અાવતાં ઉરી પહોંચવાના રસ્તાની તપાસ પણ કરી હતી. લગભગ ૫૦૦ માણસોની વસ્તી ધરાવતું સુખદર ગામ બ્રિગેડ મુખ્યાલયથી ચાર કિલોમીટર દૂર છે. ગામ અને બ્રિગેડ મુખ્યાલયની વચ્ચે અાવેલા જંગલના કારણે અાતંકવાદીઅોને મદદ મળી.

સૂત્રોના જણાવ્યા અનુસાર અાતંકીઅોઅે જે રીતે ઘાતક હુમલો કર્યો તેના પરથી જાણ થાય છે કે તેમને કોઈ એવી વ્યક્તિની મદદ મળી હતી, જેને અા વિસ્તાર ઉપરાંત સૈનિક ટુકડીઅોની અવરજવરની પણ સંપૂર્ણ જાણકારી હતી.

You might also like