ઉડી હૂમલો કાશ્મીરમાં થયેલી ક્રૂરતાનું પરિણામ : શરીફ

લંડન : પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફે એકવાર ફરીથી કાશ્મીર રાગ આલાપ્યો છે. નવાઝે કહ્યું કે ઉરીમાં થયેલ હૂમલો કાશ્મીર પરિસ્થિતીનો પડઘો છે. શરીફ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્રમાં ભાગ લીધા બાદ ન્યૂયોર્કથી આવતા સમયે લંડનમાં રોકાયા હતા. શરીફે કહ્યું કે ભારતમાં કોઇ પણ તપાસ કર્યા વગર જ પાકિસ્તાનને દોષીત ઠેરવી દીધું હતું. તેમણે કહ્યું કે ભારતે પાકિસ્તાનને પુરાવા વગર જ જવાબદાર ઠેરવ્યું છે.

તેમણે કહ્યું કે ઉરીમાં થયેલો હૂમલો કાશ્મીરનાં લોકો પર ગુજારાઇ રહેલા ત્રાસનાં ફળ સ્વરૂપ હોઇ શકે છે. નવાઝે કહ્યું કે ગત્ત બે મહિનામાં મૃત્યુ પામેલા લોકો, પોતાની આંખો ગુમાવનારા લોકોનાં પરિવારજનો સાથે નજીકનાં સંબંધીઓ ખુબ જ ગુસ્સામાં છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટમાં શરીફનાં હવાલાથી કહેવાયું કે ભારત કોઇ તપાસ કર્યા વગર જ ઘટનાની ગણત્રીની કલાકોમાં પાકિસ્તાન પર આોપ કઇ રીતે લગાવી શકે છે.

શરીફે આરોપ લગાવ્યો કે આખા વિશ્વમાં કાશ્મીરમાં ભારતનાં અત્યાચારો અંગે જાણે છે. જ્યાં અત્યાર સુધી લગભગ 108 લોકો મરી ચુક્યા છે અને 150 લોકો આંખો ગુમાવી ચુક્યા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાનનાં વડાપ્રધાને નિર્દોષ કાશ્મીરીઓની વિરુદ્ધ કરવામાં આવી રહેલ કથિત અત્યાચારનો રોષ હોઇ શકે છે.

પાકિસ્તાન પર આરોપ લગાવતા પહેલા ભારતે કાશ્મીરમાં પોતાની નૃશંસ ભુમિકાને જોવી જોઇએ. શીફે કહ્યું કે જમ્મુ કાશ્મીર વિવાદનાં સમાધાન વગર ક્ષેત્રમાં શાંતિ સ્થાપવી અસંભવ છે. ઉલ્લેખનીય છે કે, ગત્ત રવિવારે સવારે જમ્મુ કાશ્મીરનાં ઉરીમાં સૈન્ય શિબિર પર આથંકવાદી હૂમલો થયો હતો. જેમાં 18 જવાન શહિદ થયા હતા.

You might also like