ઉરી એટેકઃ સેનાઅે કહ્યું, ‘અમે તૈયાર છીઅે’

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના ઉરી સ્થિત સૈન્ય મુખ્યાલય પર થયેલા અાતંકી હુમલાથી નારાજ મોદી સરકારે જવાબી કાર્યવાહીની રૂપરેખા તૈયાર કરી લીધી છે. હુમલા બાદ ગૃહપ્રધાન રાજનાથસિંહ તરફથી બોલાવાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં જવાબી કાર્યવાહીનું ગંભીર મંથન થયું. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય સેનાએ પાકિસ્તાન સાથે જોડાયેલી ૭૭૮ કિલોમીટર લાંબી એલઓસી પર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે પરવાનગી માગી છે. ભારતીય સેનાએ એલઓસી પર તોપ તહેનાત કરવા અને પાકિસ્તાની સીમાની અંદર હુમલા સહિતનાં ઓપરેશન્સને મંજૂરી આપવા પણ જણાવ્યું છે.

બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અ‌િજત ડોભાલ અને ‘રો’ના મુખ્ય અધિકારીએ એલઅોસી નજીક બનેલી અાતંકવાદીઅોની શિબિરો અને અાતંકવાદીઅો જ્યાંથી ઘૂસણખોરી કરે છે તે મુખ્ય જગ્યાઅો તેમજ હથિયારોના સંગ્રહ અંગેની વિસ્તારપૂર્વક જાણકારી અાપી.
ભારતે હવે પાકિસ્તાન વિરુદ્ધ સખત કાર્યવાહીના સ્પષ્ટ સંકેત અાપ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીઅે સ્પષ્ટ કહ્યું કે અા હુમલાની પાછળ જે લોકો છે તેમને છોડવામાં નહીં અાવે. વડા પ્રધાન મોદીઅે સખત વલણ અપનાવતાં ઉરી પર થયેલા હુમલાની નિંદા કરી છે. તેમને કહ્યું કે હું દેશવાસીઅોને વાયદો કરું છું કે અા હુમલા પાછળ જે લોકો છે તેમને જરૂર સજા મળશે.

હુમલામાં શહીદ થયેલા સૈનિકોને નમન કરતાં કહ્યું કે દેશ પ્રત્યેની તેમની સેવા હંમેશાં યાદ રાખવામાં અાવશે. વડા પ્રધાને એમ પણ કહ્યું કે શહીદોનાં પરિવારજનોની સાથે અમે સતત ઊભા છીઅે. રાષ્ટ્રપતિ અને ત્રણેય સેનાના પ્રમુખ પ્રણવ મુખરજીઅે કહ્યું કે અાવા કાયર હુમલાઅોથી અમે ડરીશું નહીં. અમે અાતંકવાદીઅો અને તેમને મદદ કરનારાના ઇરાદાઅોને સંપૂર્ણ રીતે નિષ્ફળ બનાવી દઈશું.
સૈન્ય કાર્યવાહી મહાનિદેશક લેફ્ટનન્ટ જનરલ રણવીરસિંહે કહ્યું કે દુશ્મનોના નાપાક ઇરાદાઅોને જવાબ અાપવા માટે ભારતીય સૈના સંપૂર્ણપણે તૈયાર છે.

UN અધિવેશન: ૧૯૦ દેશોની વચ્ચે ઊઠશે ઉરી હુમલાનો મુદ્દો
નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રનું ૭૧મું અધિવેશન અાજથી શરૂ થશે, જે એક અઠવાડિયા સુધી ચાલશે. ૨૦ સપ્ટેમ્બર મંગળવારથી ૨૬ સપ્ટેમ્બર સોમવારની વચ્ચે દુનિયાભરના નેતા મહાસભાને સંબોધશે. અા વખતનો વિષય છે ‘ટકાઉ વિકાસલક્ષ્ય-અાપની દુનિયા બદલવા માટે વ્યાપક પ્રેરણા.’
મહાસભા માટે દુનિયાભરના ૧૯૦ શાસનના અધ્યક્ષ, રાષ્ટ્રપતિઅો અને વડા પ્રધાનો અહીં પહોંચવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ભારત તરફથી િવદેશ પ્રધાન સુષમા સ્વરાજ તેમાં સામેલ થશે, જ્યારે પાકિસ્તાનના નવાજ શરીફ અધિવેશનમાં પહોંચશે.
શરીફ ૨૧ સપ્ટેમ્બરે સંબોધન કરશે, જ્યારે સુષમા ૨૬ સપ્ટેમ્બરે સંબોધન કરશે. ભારતનો એજન્ડા રવિવારે જમ્મુ-કાશ્મીરના ઉરીમાં થયેલા અાતંકી હુમલાનો હશે. ભારત સંયુક્ત રાષ્ટ્રમાં પાડોશી દેશના અાતંકવાદનો મુદ્દો ‍ઉઠાવશે અને પીઅોકે તેમજ બલુચિસ્તાનમાં પાકિસ્તાન દ્વારા થઈ રહેલી હિંસાને દુનિયા સામે લાવવાની કોશિશ કરશે. અધિવેશનમાં અા વખતે પણ ઘણા મુદ્દા પર ચર્ચા થશે, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર પહેલી વાર શરણાર્થીઅોના મુદ્દા પર ચર્ચા કરશે.

હવે ચૂપ રહેવું કાયરતા: હુમલાની રૂપરેખા તૈયાર
ઉરી અાતંકી હુમલા મામલે રાજનાથે એનએસએ, ગૃહસચિવ, રક્ષાસચિવ, અાઈબી અને ‘રો’ના મુખ્ય અધિકારી તેમજ મિલિટરી અોપરેશનના મહાનિદેશક સાથે અઢી કલાક બેઠક કરી. અા બેઠકમાં એક િવસ્તૃત રૂપરેખા તૈયાર કરાઈ. સૂત્રોઅે જણાવ્યું કે બેઠકમાં બે સ્તરીય જવાબી કાર્યવાહી પર સહમતી સધાઈ છે. જમ્મુ-કાશ્મીરમાં અાતંકીઅોનાં સુરક્ષિત ઠેકાણાંઅો ખતમ કરાશે તેમજ પીઅોકેમાં અાતંકી શિબિરો વિરુદ્ધ સૈન્ય વિકલ્પ પણ અજમાવાશે, જોકે અંતિમ નિર્ણય વડા પ્રધાન લેશે. વડા પ્રધાન કાર્યાલયમાં પ્રધાન જિતેન્દ્રસિંહે અા પ્રકારના અાતંકી હુમલાના જવાબમાં સખત કાર્યવાહીના સ્પષ્ટ સંકેત અાપ્યા. તેમને કહ્યું કે અાવા હુમલા બાદ ભારતનું ચૂપ બેસવું હવે કાયરતા ગણાશે, તેથી ભારત ચૂપ નહીં બેસે. સરકારે અાની ખૂબ જ ગંભીરતાથી નોંધ લીધી છે અને સખત કાર્યવાહી કરશે.

 

You might also like