યુદ્ધનો સામનો કરવા કેન્દ્રએ કરી 20 હજાર કરોડની ઇમરજન્સી ડીલ

નવી દિલ્હી: યુદ્ધ જેવી કોઇ પણ આકસ્મિક પરિસ્થિતિમાં સામનો કરવા માટે છેવટે ભારતે મોટા પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા 2 3 મહિનામાં સરકારે યુદ્ધ માટેના સાધનોની સામગ્રીથી જોડાયેલ 20 હજાર કરોડની ઇમરજન્સી ડીલ્સ ફાયનલ કરી દીધી છે. સરકાર એ સુનિશ્વિત કરવા ઇચ્છે છે તે ટૂંકી નોટીસ પર પણ ફોર્સના ફાયટર્સ, ટેક્સ, ઇન્ફન્ટ્રી અને વોરશિપ યુદ્ધ માટે તૈયાર થઇ જાય.

રક્ષામંત્રાલયના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ પાછળનો હેતુ એવો નક્કી કરવાનો છે કે ભારતીય સેના યુદ્ધના સાધનો વગર ઓછામાં ઓછા 10 દિવસો સુધી જોરદાર લડાઇ લડી શકે. સરકારે ગત વર્ષે સપ્ટેમ્બરમાં ઉડીમાં થયેલા આતંકી હુમલા બાદ રશિયા, ઇઝરાયલ અને ફ્રાંસની સાથી નવા કરારો ઝડપથી ફાયનલ કરી દીધા છે. ભલે 2017 2018ના સામાન્ય બજેટમાં નવા મિલેટ્રી પ્રોજેક્ટ્સની અલગથી કોઇ વાત કરવામાં આવી નથી, પરંતુ 86,488 કરોડ રૂપિયાના ફંડથી આર્મી પોતાની જરૂરીયાતો પૂરી કરી રહી છે.

ભારતીય વાયુસેનાએ 3200 કરોડ રૂપિયાના 43 કોન્ટ્રાક્ટ સાઇન કર્યા છે તો ગ્રાઉન્ડ સેનાએ રશિયાની કંપની સાથે 10 કોન્ટ્રાક્ટ ફાયનલ કર્યા છે. સેનાએ રશિયાની કંપની સાથે 5800 કરોડ રૂપિયાના 10 કરાર પર સહી કરી છે. આ કરાર હેઠળ APFSDS માટે 125 એન્જીન અને ટી 20 તથા ટી 72 ટેક માટે ગોળાની ખરીદી કરવામાં આવશે. જણાવી દઇએ કે સરકાર દ્વારા આ ઇમરજન્સી ખરીદીથી સેનાને ખૂબ જ મજબૂતી મળવાની આશા છે.

VISIT: http://sambhaavnews.com/national/

You might also like