શહેરીકરણની અસર પક્ષીઓ પર પણ પડે છે

શહેરમાં રહેતા માણસો અને ગામડાઓમાં રહેતા માણસોના સ્વભાવમાં ફરક હોય છે, એવું કોઈ કહે તો અાપણે સરળતાથી સ્વીકારી લઈએ છીએ.

પરંતુ જો કોઈ કહે કે શહેરી પક્ષીઓ અને ગામડાઓના પક્ષીઓમાં સ્વભાવમાં ફરક હોય છે? અમેરિકાના સંશોધકોનું કહેવું છે કે શહેરી પક્ષીઓ તેમની પ્રજાતિના ગ્રામ્ય પક્ષીઓ કરતાં વધુ ગુસ્સાવાળા અને અાક્રમક હોય છે.

શહેરમાં પક્ષીઓને ઓછી મોકળાસ મળે છે પરંતુ જીવન ટકાવી રાખવા માટે ખોરાક સરળતાથી મળી જાય છે. તેઓ સર્વાઈવલ માટે વધુ અગ્રેસીવ બની જાય છે.

You might also like