સામગ્રી
3 કપ અડદની દાળ
1 કપ ચોખા
1 નાની ચમચી બેકિંગ સોડા
મીંઠુ સ્વાદ અનુસાર
તેલ જરૂર મુજબ
બનાવવાની રીતઃ અડદની દાળને ધોઇને 6થી 7 કલાક માટે પલાડો. તેવી જ રીતે ચોખાને 6થી 7 કલાક પલાડો. પછી દાળ અને ચોખામાંથી પાણી કાઢી બંનેમાં એક એક ચમચો પાણી એડ કરીને બંનને મિક્ષચરમાં અલગ અલગ ક્રશ કરી અને તેની પેસ્ટ બનાવો. ત્યાર બાદ એક તપેલીમાં બંને પેસ્ટને મિક્સ કરી 9થી 10 કલાક માટે તેને આથો લાવવા માટે રાખી મૂકો. આથો આવી જાય એટલે તેમાં બેકિંગ સોડા અને મીંઠુ એડ કરો. જો પેસ્ટ જાડી લાગે, તો તેમાં જરૂર મુજબ પાણી એડ કરી તેને હલાવી અને 10 મિનિટ માટે રહેવા દેવું. તૈયાર ખીરામાંથી નોનસ્ટિક પર ગોલ્ડન બ્રાઉન કલરના ઢોંસા ઉતારવા. તેને તમે કોપરાની ચટણી અને ગરમા ગરમ સંભાર સાથે સર્વ કરી શકો છો.