જાણો પોતાની સફળતા વિશે શુ કહે છે UPSC ટોપર્સ

નવી દિલ્હી: ગત વર્ષની માફક આ વર્ષે પણ એક મહિલા ઉમેદવારે સિવિલ સર્વિસ પરીક્ષામાં ટોપ કર્યું છે. ગ્રેટર નોઇડાની રહેવાસી ટીના ડાબીએ પોતાના પ્રથમ પ્રયત્નમાં આ મોટી સફળતા પ્રાપ્ત કરી છે.

જાણો UPSC ટોપર ટીના વિશે:
22 વર્ષની ટીનાએ દિલ્હી યૂનિવર્સિટીના લેડી શ્રીરામ કોલેજમાંથી પોલીટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તે ડીયૂના 2011-2012ના સેશનની પોલિટિકલ સાયન્સની ટોપર પણ રહી છે અને તેના દ્વારા સ્પષ્ટ થાય છે કે આ વિષયમાં તેનો કેટલો ઉંડો રસ છે. પોતાની સફળતા પર ટીનાનું કહેવું છે કે અનુભવોમાંથી સીખવાની પ્રક્રિયા હજુ શરૂ થઇ છે અને તે આગળ વધવા માટે ખૂબ ઉત્સાહીત છે. તેણે 11મા ધોરણમાં જ સિવિસ સર્વિસિઝની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તે ખૂબ મહેનત કરી રહી હતી પરંતુ ક્યારેય વિચાર્યું ન હતું કે ટોપ કરશે.

UPSC 2015: સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ જાહેર, ટીના ડાબીએ કર્યું ટોપ

બીજાને પણ સફળતા માટે પ્રેરિત કરતી ટીના ડાબીએ કહ્યું કે કઠીન મહેનતથી દરેક સફળતા પ્રાપ્ત કરી શકે છે.

UPSCના બીજા ટોપર અતહર માટે પોતાનું સપનું સાચું કરવા જેવું છે:
તો બીજી તરફ દક્ષિણ કાશ્મીર અનંતબાગના રહેવાસી 23 વર્ષીય અતહરે પોતાના બીજા પ્રયત્નમાં આ સફળતા પ્રાપ્ત કરી છે. આ પહેલાં 2014માં પોતાના પહેલાં પ્રયત્નમાં તેણે ઇન્ડીયન રેલવે ટ્રાફિક સર્વિસ (IRTS)માં સફળતા મળી હતી. તે હાલમાં ઇન્ડીયન રેલવે ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટ્રાંસપોર્ટ મેનેજમેન્ટ, લખનઉમાં ટ્રેનિંગ કરી રહ્યો છે.

પોતાની સફળતા પર ખુશી વ્યક્ત કરતાં અતહરે જણાવ્યું કે ‘આ સપનું સાચું થવા જેવું છે. હું લોકોના સારા માટે કામ કરીશ. હું ઇચ્છું છું કે મને મારા રાજ્યના લોકો માટે કામ કરવાની તક મળશે.’

ત્રીજું સ્થાન પ્રાપ્ત કરનાર જસમીત પોતાની સફળતાનો શ્રેય માતા-પિતાને આપે છે:
જસમીતના પિતા ઇન્ડીયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ સાથે જોડાયેલા છે. જસમીત પોતાની સફળતાની સંપૂર્ણ ક્રેડિટ પોતાના પેરેન્ટ્સ અને ટીચર્સને આપે છે. તેણે કહ્યું કે ‘પરિવાર’, મિત્રો  અને પોતાના ટીચર મુકુલ પાઠકના લીધે જ હું આ સ્થાન પ્રાપ્ત કરી શકું છું.’ તમને જણાવી દઇએ કે તે ફરીદાબાદમાં નેશનલ એકેડમી ઓફ કસ્ટમર્સ, એક્સાઇઝ અને નાર્કોટિક્સમાં હાલમાં ટ્રેનિંગ લઇ રહી છે. યૂપીએસસીમાં આ તેનો ચોથો પ્રયત્ન છે.

You might also like