સ્વામીએ વાંચ્યો અગસ્ટાના મધ્યસ્થીનો પત્ર, સોનિયાના નામના ઉલ્લેખ પર કોંગ્રેસનો હંગામો

નવી દિલ્હી: રાજ્યસભામાં અગસ્ટા વેસ્ટલેન્ડ પર હોબાળા સાથે ચર્ચા શરૂ થઇ હતી. કોંગ્રેસે ભાજપની નિયત પર પ્રશ્નો ઉઠાયા.

કોંગ્રેસે કહ્યું કે સરકાર પોતાની જાતને અસુરક્ષિત મહેસૂસ કરે છે. ત્યારે લોકસભામાં ભાજપના કિરીટ સોમૈયાએ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા. તેમને લોકસભામાં એમજીએફ કંપનીને ફાયદો પહોંચાડવાનો મુદ્દો ઉઠાયો. સોમૈયાએ આ બાબતમાં રાહુલ પાસેથી સફાઇ માંગી.

આરોપ તથ્યો પર આધારિત
રાજ્યસભામાં બોલતાં સુભ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે બાબતની બદલાની ભાવનાથી કોઇ લેવા દેવા નથી. આરોપ તથ્યો પર આધારિત છે. આમાં કોણે નિયમો પર છૂટ આપી? યૂપીએ એ અગસ્ટા માટે નિયમો બદલ્યા. તેમને કહ્યું કે હેલિકોપ્ટરની ઉડાન ઓછી હતી. તે 4500 ફીટથી ઊંચું ઉડી શકતું નહતું. ઉડાન કોણે ઓછી કરી? 2006માં ઉડાનની ઉંચાઇ ઓછી કરવામાં આવી હતી. એનડીએ એ હેલીકોપ્ટર ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી હતી. એનડીએ ના લોકોએ ઉડાન ઓછી કરી નહતી.

સરકાર કરશે કાર્યવાહી
સ્વામીએ કહ્યું કે 2006માં જેને આની ઉંચાઇ ઓછી કરી છે, તે અસલી અપરાધી છે.હવે ઇટલી હાઇકોર્ટના નિર્ણય પછી સરકાર આમાં કાર્યવાહી કરશે. વીવીઆઇપી સુરક્ષાથી જોડાયેલા ચોપર્સ ખરીદવામાં એસપીજીનું કન્સલ્ટેશન કરવામાં આવ્યું નહતું. સીએજીના રિપોર્ટમાં યૂપીએ સરકારની આ બધા ગોટાળાવો વિસ્તારથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

6 ગણી વધારે કિંમત પર થઇ ડીલ
સ્વામીએ કહ્યું કે અગસ્ટામાં ભ્રષ્ટાચાર થયો છે. કોણા કહેવાથી એન્ટનીએ સલાહ માની નહીં. શું મનમોહન સિંહએ આદેશ આપ્યો હતો? ડીલ 6 ગણી વધારે કિંમત પર નક્કી થઇ. 793 કરોડની ડીલ એન્ટનીએ ફાઇનલ કરી. ત્યારબાદ ડીલ 4877.5 કરોડની થઇ ગઇ.

મિશેલના પત્રમાં સોનિયાનું નામ
સ્વામીએ રાજ્યસભામાં ક્રિશ્ચયન મિશેલનો પત્ર વાંચ્યો. પત્રમાં સોનિયા ગાંધીનું નામ લેવામાં આવ્યું છે. પત્રમાં સોનિયાને ડ્રાઇવિંગ ફોર્સ જણાવી છે. પત્રમાં સોનિયાનું નામ લેવા પર કોંગ્રેસ સાથે ઉપસભાપતિએ પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. ઉપસભાપતિએ કોપીની સત્યતા સાબિત કરવા માટે કહ્યું છે. સ્વામીએ કહ્યું કે તેની સત્યતા સાબિત કરવા માટે તૈયાર છે. ક્રિશ્ચયન મિશેલ અગસ્ટા બાબતમાં મધ્યસ્થી છે.

રાહુલે સોમૈયાના આરોપ પર કહ્યું કે, હાં, મારી પાસે તે દુકાનો છે, જેનો ઉલ્લેખ એફિડેવિડમાં કરવામાં આવ્યો છે. આમાં શું ખોટું છે.

સોનિયા ઉપર પ્રશ્નો ઉઠાવવા ખોટા
કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીએ શાયરી બોલીને સરકાર પર હુમલો કરતાં કહ્યું કે તે એમના ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યા છે, જેના આમાં સમાવેશ નથી.’ તેમને કહ્યું કે હું કહી રહ્યો નથી કે આમાં કંઇ પણ ખોટું નથી, પરંતુ જે નામો ઉપર પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે, તે સ્વીકાર્ય નથી. ઇટલીના જે ન્યાયધીશે આમાં નિર્ણય લખ્યો હતો તેમને કહ્યું હતું કે અમારી પાસે સોનિયા ગાંધી વિરુદ્ધ કોઇ સાબિતી નથી.

ત્યારે બસપા પ્રમુખ માયાવતીએ કહ્યું કે આ બાબતની તપાસ સુપ્રિમ કોર્ટની દેખરેખમાં કરવી જોઇએ.

You might also like