સંસદમાં આજે વિપક્ષનો હલ્લાબોલ, સ્મૃતિ વિરૂદ્ધ વિશેષાધિકાર હનનના પ્રસ્તાવની તૈયારી

728_90

નવી દિલ્હી: લોકસભામાં રોહિત વેમુલા કેસ પર મંગળવારે જોરદાર હંગામો થઇ શકે છે. આ મુદ્દે વિપક્ષી દળોએ એકસાથે મળીને સંસદમાં સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યાં છે.

વિપક્ષી પાર્ટીઓ માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની વિરૂદ્ધ વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે મંગળવારે આ મુદ્દે મોદી સરકારને ઘેરવામાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સૌથી આગળ રહેશે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે લોકસભામાં મોદી સરકારને ઘેરશે.

જેએનયૂમાં દેશદ્રોહી નારેબાજીના આરોપી વિદ્યાર્થીઓનું સમર્થન કરવાના આરોપ પર રાહુલ ગાંધી સદનમાં જવાબ આપશે. રાહુલ કોંગ્રેસ અને પોતાના પર થયેલા વ્યક્તિગત શાબ્દિક હુમલા પર પણ બોલશે.

વિપક્ષી દળોએ સ્મૃતિને સંસદમાં આપેલા નિવેદનને આધાર બનાવી તેમના પર સદનને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. સોમવારે નાણામંત્રી અરૂણ જેટલી દ્વારા બજેટ રજૂ કરાયા બાદ કોંગ્રેસ સહિત વિપક્ષી દળોના સભ્યોએ લોકસભામાં માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની વિરૂદ્ધ વિશેષાધિકાર હનનના પ્રસ્તાવનો મુદ્દો ઉઠાવ્યો હતો.

સોમવારે સવારે સદનની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષના સભ્યો પોતાના સ્થાન પર ઉભા થઇ ગયા હતા અને રોહિત વેમુલા કેસમાં સદનને કથિત રીતે ગેરમાર્ગે દોરવા વિરૂદ્ધ રજૂ કરવામાં આવેલી વિશેષાધિકાર હનનની નોટિસ વિશે જાણવા માંગ્યું. લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને કહ્યું હતું કે ‘મને સ્મૃતિ ઇરાની વિરૂદ્ધ 26 અને 29 ફેબ્રુઆરીના રોજ વિશેષાધિકાર હનનની નોટિસ મળી છે. આ વિષય મારા વિચારધીન છે.’

You might also like
728_90